સાવધાન ! ફરી આવે છે અકળાવતી ગરમી
17મીએ રાજકોટ તેમજ કચ્છ જિલ્લામાં યલો એલર્ટ એટલે કે હીટ વેવની શકયતા દર્શાવતું હવામાન વિભાગ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા કમોસમી વરસાદ પણ પડી શકે
અમદાવાદ, તા.12: હવામાન વિભાગ દ્વારા 14 એપ્રિલ સુધી ગરમીમાં ઘટાડા બાદ ફરી 15,16 અને 17 તારીખે અમુક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવી છે. જેમાં 15 તારીખ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં તેમજ કચ્છ જિલ્લામાં, 16 તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં, રાજકોટ તેમજ કચ્છ જિલ્લામાં અને 17 તારીખે પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં, રાજકોટ તેમજ કચ્છ જિલ્લામાં યલો એલર્ટ એટલે કે હીટ વેવની આગાહી કરવામાં આવી છે. સાથે આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા કમોસમી વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગે 14 એપ્રિલ સુધીમાં હવામાન વિભાગ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો કરવાની આગાહી કરી હતી તે અનુસાર આજે રાજકોટ સિવાય અન્ય સ્થળે ગરમીથી રાહત મળી હતી. રાજકોટ અને અમેરેલી સિવાય અન્ય જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 કે તેનાથી ડિગ્રીથી ઓછ તાપમાન રહ્યુ હતું. જોકે રાજકોટને આજે મહત્તમ ગરમીથી રાહત મળી ન હતી. રાજકોટમાં સૌથી વધુ 42.3 ડિગ્રી અને અમરેલીમાં 40.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 39, બરોડામાં 37.4, ભુજમાં 40, ડીસામાં 374, ગાંધીનગરમાં 38, કંડલામાં 36, પોરબંદરમાં 32.6 અને સુરતમાં 32.8 ડિગ્રી તાપમાન રહ્યંy હતું.
એપ્રિલના અંતે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે, જેમાં આંધી, વંટોળ આવશે
હવામાન નિષ્ણાતો જણાવે છે કે 18 થી 22 એપ્રિલ દરમિયાન વાતવરણમાં પલટો આવશે અને વંટોળ સાથે વરસાદ રહેવાની શક્યતા રહેલી છે,એપ્રિલના અંતે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે,જેમાં આંધી, વંટોળ આવશે. વધુમાં ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મે મહિનામાં વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે,સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે સાથે સાથે જેટલી વધુ ગરમી તેટલું વધુ વાતાવરણમાં પરિવર્તન આવશે. તેમના અનુસાર 14 એપ્રિલથી બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે તેમજ 26 એપ્રિલથી ગરમીનું પ્રમાણ વધશે અને મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે,મે માસમાં વાવાઝોડા બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રમાં ત્યાર બાદ વાવાઝોડા સક્રિય થશે.મે માસમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જઈ શકે છે.