કાવતરાખોર તહવ્વુરના દુબઈ કનેકશન અંગે એનઆઈએની સઘન તપાસ : ડી ગેન્ગ શંકાના દાયરામાં
આતંકીના
વોઈસ સેમ્પલ લેવાયા, ફોન કોલ્સ સાથે કરાશે મેળાપ
નવી
દિલ્હી તા.13 : મુંબઈ ર6/11 આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાની એનઆઈએ (રાષ્ટ્રીય
તપાસ એજન્સી) દ્વારા સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. શરુઆતની તપાસમાં દુબઈ કનેકશન અને
મિસ્ટર બી (એજન્સીએ રાખેલું નામ) નો ખુલાસો થયા બાદ હવે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ
અને તેની ડી ગેન્ગ સાથે તેના સંભવિત સંબંધો તથા મુંબઈ હુમલામાં ભૂમિકા અંગે તપાસ શરુ
કરાયાનો નવો ખુલાસો થયો છે.
સૂત્રો
અનુસાર તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી વચ્ચે થયેલા અનેક ફોન કોલ્સની વિગતો તપાસમાં આવી
રહી છે જેથી મુંબઈ હુમલાની યોજના અને તેમાં સામેલ અન્ય લોકોને ઓળખી શકાય. એનઆઈએને
મહત્વની કડી દુબઈના એક શખસની મળી છે જેને હેડલીના નિર્દેશ પર રાણા મળ્યો હતો. શું દુબઈનો
એ શખસ દાઉદ કે ડી ગેન્ગ સાથે સંકળાયેલો છે ? તે બાબત તપાસ હેઠળ છે.
અમેરિકાએ
ભારતને હવાલે કરેલા તહવ્વુર રાણાના પાકિસ્તાનની ગુપ્તચરએજન્સી આઈએસઆઈ તથા આતંકી સંગઠન
લશ્કરે તોઈબા સાથેના સંબંધોની પણ તપાસ કરાઈ રહી છે. માનવામાં આવે છે કે ર008માં મુંબઈમાં
થયેલા આતંકી હુમલાનું કાવતરુ ર00પ આસપાસ ઘડવામાં આવ્યું હતુ. તપાસ દરમિયાન આતંકી રાણાના વોઈસ સેમ્પલ લેવામાં
આવ્યા છે. હુમલાના તુરંત બાદ કરવામાં આવેલા શંકાસ્પદ ફોન કોલ્સ સાથે આ વોઈસ સેમ્પલ
મેચ થાય છે કે કેમ ? તે તપાસ કરાશે. મુંબઈ હુમલા પહેલા તહવ્વુર ભારત આવ્યો અને તેણે
અનેક શહેરોની મુલાકાત લીધી હતી જેથી અન્ય શહેરોમાં તેના નેટવર્કની તપાસ કરાઈ રહી છે.
મુંબઈ હુમલામાં ડી ગેન્ગની સીધી કે આડકતરી સંડોવણી છે કે કેમ ? તે બાબત તપાસ ચાલી રહી
છે.