• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

ઓરિસ્સામાં સાયબર ફ્રોડના ગુનામાં પરવડીના સરપંચ અને તેના પુત્રની ધરપકડ ઓરિસ્સા સીઆઈડી ક્રાઈમ બ્રાંચની ટીમે બન્નેને પકડી તપાસ હાથ ધરી

(ફૂલછાબ ન્યુઝ)

ગારીયાધાર, તા.1: ગારીયાધાર તાલુકાના પરવડી ગામે પિતા-પુત્ર પોતાના બેંક ખાતામાં ઓરિસ્સામાં થયેલા ચીટિંગના નાણા નખાવીને રોકડમાં વ્યવહાર કરી કમિશન મેળવી જે ચીટીંગની ઓરિસ્સા ખાતે ફરિયાદ દાખલ થયા બાદ ઓરિસ્સાની પોલીસે ગારીયાધાર પહોંચી બન્નેની અટકાયત કરી હતી.

ગારીયાધાર શહેરમાં ઓડીસા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ સાઈબર પોલીસ દ્વારા પરવડી ગામના સરપંચ ભુપતભાઈ ગોયાણી તેમજ તેમના પુત્ર મિલન ભુપતભાઈ ગોયાણી તેમજ પાંચ ટોબરા ગામના કોશિયા વૈભવ જીતેન્દ્રભાઈની ગત રાત્રી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પરવડી ગામના સરપંચ તેમજ તેમના પુત્ર મિલનનું બેંક એકાઉન્ટ જોઈન્ટ હોવાથી જેમાં સાયબર ફ્રોડના 9 લાખ જમા થયા હતા. આ બન્નેના જોઈન્ટ એકાઉન્ટમાં પાંચ ટોબરા ગામના વૈભવ દ્વારા નાખવામાં આવ્યા હતા. જેથી પરવડી ગામના સરપંચ ભુપતભાઈ દ્વારા 4 લાખ જેટલી રકમ રિકવર પોલીસને કરી આપતા તેમને છોડવામાં આવ્યા હતા. જ્યારે તેમના   પુત્ર મિલન તેમજ વૈભવને ઓડીશા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી ઓડીસા લઈ ગઈ હતી. ઓડીસ્સા સી.આઈ.ડી. ક્રાઈમ સાઈબર પોલીસ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ સાઈબર ફ્રોડ ટોટલ પ કરોડ 14 લાખનું હોવાનું જણાવ્યું હતું. તેમજ ઓડીસા સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાન્ચ સાયબર પોલીસ સ્ટેશનમાં તા.09/04/2025ના રોજ ગુનો નોંધાયો છે. તેમજ આ પરવડીના મિલને તેમના ખાતામાં એક કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ પણ બાકી રહેલી રકમની ફરિયાદના પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક