80
લાખ પરિવારને સીધો ફાયદો, કેબિનેટ બેઠકમાં નિર્ણય
અમદાવાદ,
તા.4 ઃ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટની
બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શાળા શરૂ થતા
વિદ્યાર્થીઓ અને વાલીઓને જરૂરી એવા આવકનો દાખલો સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો આગામી
1 એપ્રિલથી ઓનલાઈન મળી જશે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 80 લાખ પરિવારોને સીધો ફાયદો
થશે અને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.
પ્રવક્તા
મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો
દાખલો, જાતિનું પ્રમાણપત્ર સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર હોય છે. આ પ્રમાણપત્રો
માટે સરકારી કચેરીમાં મોટી લાઈનમાં ઉભા રહેવું પડતું હોય છે. વાલીઓને એડમિશનની ચિંતા
સાથે દાખલાની સમયમર્યાદાની મુશ્કેલીઓ પણ ભોગવવી પડતી હોય છે.
જેને
લઈ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહત્ત્વનો
નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સરકારી પ્રમાણપત્રો માટે લાઈનમાં ઉભું ન રહેવું પડે
તે માટે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને ફેસલેસ બને તે માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના
આપી છે.
તેના
પરિણામે 70થી 80 લાખ પરિવારને સીધો લાભ મળશે. તેમજ આ લોકોએ અલગ-અલગ કચેરીઓમાં દોડવું
નહીં પડે. આગામી તા. 1 એપ્રિલથી વિવિધ યોજનાઓના દાખલા અને પ્રમાણપત્રો ઓનલાઈન મળતા
થશે.