ભારતથી
પરત ફરતું ઈરાની યુધ્ધ જહાજ અમેરિકી સબમરિને શ્રીલંકા પાસે ડુબાળ્યું, 87 સૈનિકના મૃત્યુ
ક્ષ ભારતના મહેમાન પર હુમલો ભારે પડશે
:ઈરાનની ચેતવણી
તેહરાન,
તા. 5 :‘માણસાઈના દુશ્મન’ યુદ્ધથી દુનિયા આખીમાં ઉચાટ છે, ત્યારે અહંકારી સ્વાર્થી
સંઘર્ષનાં કારણે દરિયો પણ લોહીથી લાલ થઈ ગયો છે. ભારતથી પરત ફરી રહેલાં ઈરાની યુદ્ધ
જહાજ પર અમેરિકાએ શ્રીલંકા પાસે હુમલો કરતાં ઈરાનના નૌકાદળના 87 સૈનિકનાં મોત થયાં
હતાં. ઈરાને વળતા પ્રહારમાં અમેરિકાનું તેલ ટેન્કર ફૂંકી માર્યું હતું.
યુદ્ધ
જહાજ આઈઆરઆઈએસ (આઈરીસ) દેના પર હુમલાથી ભડકેલાં ઈરાને ચેતવણી આપી હતી કે, ‘ભારતના મહેમાન’
પર અચાનક હુમલો કરી દેવાની ભૂલની ભારે કિંમત અમેરિકાએ ચૂકવવી પડશે.
ઈરાની
યુદ્ધ જહાજ ‘િફ્રગેટ દેના’ ભારત દ્વારા યોજિત આંતરરાષ્ટ્રીય અભ્યાસ ‘િમલાન’માં સામેલ
થયું હતું, જેમાં 180 સભ્ય સવાર હતા.
અમેરિકી
સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે?કહ્યું હતું કે, હિન્દ મહાસાગરમાં અમેરિકી સબમરીને ટોરપીડોથી
નિશાન સાધી, ઈરાની જહાજને ડૂબાડી દીધું હતું. ઈરાનનાં નૌકાદળે વળતા જવાબમાં અમેરિકી
તેલ ટેન્કર પર ઉત્તર ફારસની ખાડીમાં મિસાઈલથી હુમલો કર્યો હતો.
અમેરિકાએ
ઈરાનના દાવાને બોગસ સમાચાર લેખાવ્યો હતો, પરંતુ જો તે સાચો હોય તો ખાડીમાં શિપિંગ પર
ખતરો વધી જશે.
સ્ટ્રેટ
ઓફ હોર્મુઝથી દુનિયાનું 20 ટકા તેલ લઈને ટેન્કરો પસાર થાય છે. ઈરાને અગાઉ?પણ ત્રણ અમેરિકી
ટેન્કર ફૂંકવાના દાવા કર્યા?હતા.
શ્રીલંકાના
તટ પાસે ડુબેલા ઈરાની યુદ્ધ જહાજ અંગે ભારતની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. ઈરાની યુદ્ધ
જહાજ ઈરિસ ડેના અંગે ભારતીય નૌકાદળે કહ્યું છે કે તેને પણ સંકટનો સંકેત એટલે કે ડિસ્ટ્રેસ
કોલ મળ્યો હતો અને તાકીદે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
ભારતીય
નૌકાદળ અનુસાર 4 માર્ચ 2026ના વહેલી સવારે શ્રીલંકાના નૌકાદળે સુચના આપી હતી કે એમઆરસીસી
કોલંબોને આઈઆરઆઈએસ ડેનાથી ડિસ્ટ્રેસ કોલ મળ્યો
છે. તે સમયે જહાજ ગાલેથી 20 સમુદ્રી મીલ પશ્ચિમમાં શ્રીલંકાની જવાબદારીના સર્ચ એન્ડ
રેસ્ક્યૂ ક્ષેત્રમાં ઓપરેટ થઈ રહ્યું હતું. ભારતીય નૌસેના અનુસાર સંકટનો સંકેત મળતા
જ તરત જ સર્ચ અને રેસ્કયુ અભિયાન શરૂ થયું હતું અને સવારે 10 વાગ્યે લાંબી દુરીના સમુદ્રી
પેટ્રોલિંગ વિમાનને તૈનાત કરાયું હતું. જેથી શ્રીલંકાના નેતૃત્વમાં ચાલી રહેલા સર્ચ
ઓપરેશનને મજબૂત કરી શકાય. આ ઉપરાંત હવાથી ફેંકવામાં આવતા રાફ્ટ સાથે અન્ય વિમાનને સ્ટેન્ડ
બાય રાખવામાં આવ્યું હતું.
નૌકાદળે
આગળ માહિતી આપી હતી કે આસપાસમાં રહેલા આઈએનએસ તરંગિનીને પણ રેસ્કયુ માટે મોકલવામાં
આવ્યું હતું. જે ચાર માર્ચના સાંજે 4 વાગ્યા સુધીમાં સર્ચ એરિયામાં પહોંચી ગયું હતું.
આઈએનએસ ઈક્ષક કોચ્ચિથી રવાના થયું હતું. ભારતીય નૌકાદળ અનુસાર માનવીય મદદ માટે ભારતીય
ઓપરેશન હજી પણ ચાલી રહ્યું છે.