• શુક્રવાર, 06 માર્ચ, 2026

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે નોંધાવી ઉમેદવારી

અમિત શાહ રહ્યા ઉપસ્થિત: નીતિશ કુમારના નિર્ણયથી આશ્ચર્ય

નવી દિલ્હી, તા.5 : બિહારના 10 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિશ કુમારે ગુરુવારે (5 માર્ચ) 2026ની રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ સમારોહમાં કેદ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગઉઅના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ગયા વર્ષની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ, નીતિશ કુમારે 27 ફેબ્રુઆરીએ દસમી વખત શપથ લીધા હતા. રાજ્યસભા માટે ચૂંટણી લડવાના તેમના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું.  નીતિશ કુમાર 2005થી બિહારના મુખ્યમંત્રી છે. અગાઉ, નીતિશ કુમારે જણાવ્યું હતું કે, નવા મુખ્યમંત્રી અને રાજ્યની નવી સરકારને તેમનો સંપૂર્ણ ટેકો અને માર્ગદર્શન મળશે. તેમણે કહ્યું, ‘બે દાયકાથી વધુ સમયથી, તમે સતત મારામાં તમારો વિશ્વાસ અને ટેકો આપ્યો છે. તે વિશ્વાસના બળથી જ અમે બિહાર અને તમારા બધાની સંપૂર્ણ વફાદારીથી સેવા કરી છે. તમારા વિશ્વાસ અને સમર્થનને કારણે જ બિહાર આજે વિકાસ અને ગૌરવની નવી ઓળખ રજૂ કરી રહ્યું છે.’

રાજ્યના લોકોનો આભાર વ્યક્ત કરતા નીતિશ કુમારે કહ્યું કે તેમની સંસદીય કારકિર્દીની શરૂઆતથી જ, તેઓ બિહાર વિધાનસભાના બંને ગૃહો અને સંસદના બંને ગૃહોના સભ્ય બનવાની ઇચ્છા રાખતા હતા.

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ડ’ પર કહ્યું, ‘આ મહત્ત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખીને, હું આ ચૂંટણીમાં રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું. ‘તેમણે ઉમેર્યું, ‘હું તમને સંપૂર્ણ નિષ્ઠા સાથે ખાતરી આપવા માગું છું કે ભવિષ્યમાં તમારી સાથે મારો સંબંધ ચાલુ રહેશે અને વિકસિત બિહાર બનાવવા માટે સાથે મળીને કામ કરવાનો મારો સંકલ્પ અટલ રહેશે. રાજ્યમાં બનનારી નવી સરકારને મારો સંપૂર્ણ ટેકો અને માર્ગદર્શન મળશે.’

2025 ની વિધાનસભા ચૂંટણીમાં શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (ગઉઅ) ને પ્રચંડ વિજય અપાવ્યા બાદ નીતિશ કુમાર રાજીનામું આપતાં, ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ) ના નેતા મુખ્યમંત્રી બને તેવી શક્યતા છે. જો આવું થાય, તો બિહારમાં પહેલીવાર ભાજપનો મુખ્યમંત્રી હશે. હિન્દી ભાષી રાજ્યોમાં, બિહાર એકમાત્ર રાજ્ય છે જેમાં ભાજપનો મુખ્યમંત્રી નથી. બિહારમાંથી પાંચ રાજ્યસભા બેઠકો માટે 16 માર્ચે ચૂંટણી યોજાવાની છે, અને ગુરુવાર એ ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. રાજ્ય વિધાનસભામાં વર્તમાન સંખ્યાબળને જોતાં,નીતિશ કુમારની સંસદના ઉપલા ગૃહ માટે ચૂંટણી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક