• શુક્રવાર, 06 માર્ચ, 2026

કેનેડામાં ખાલિસ્તાન વિરોધી યૂટયૂબરની હત્યા

નેન્સી ગ્રેવાલની હુમલાખોરોએ છરીના ઘા મારી હત્યા કરી

ઓંટારિયો, તા. 5 : કેનેડામાં ખાલિસ્તાન વિરોધી ભારતીય મૂળની યૂટયૂબર નેન્સી ગ્રેવાલની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. ગ્રેવાલ સોશિયલ મીડિયા ઉપર ખુબ સક્રિય હતી અને પંજાબમાં થઈ રહેલા વિકાસ કાર્યો ઉપર કોઈપણ ડર વિના પોતાની વાત રજૂ કરતી હતી. જાણકારી અનુસાર મંગળવારે રાત્રે ઓંટારિયોમાં નેન્સીની છરી મારીને હત્યા કરવામાં આવી હતી.  કેનેડા પોલીસ અનુસાર પોલીસ અને મેડિકલ ટીમને રાતે 9.30 વાગ્યા આસપાસ બનાવની માહિતી મળી હતી. સ્થળ ઉપર પહોંચતા ઈમર્જન્સી ટીમે મહિલાને છરીના ઘાથી લોહીલુહાણ જોઈ હતી. બાદમાં ગ્રેવાલને તાકીદે હોસ્પિટલે લઈ જવામાં આવી હતી પણ તેણે શ્વાસ છોડી દીધા હતા. પોલીસ દ્વારા આ મામલે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને કોઈને પણ નેન્સી ગ્રેવાલની હત્યા સંબંધિત વાત મળે તો તેની જાણકારી પોલીસને આપવા માટે અપીલ કરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક