• બુધવાર, 13 મે, 2026

એક સમયે મીઠું પકાવતું ગુજરાત આજે સેમિકન્ડક્ટર અને વિમાનના પાર્ટ્સ બનાવે છે : મોદી

બંગાળમાં પરિવર્તન આવવાથી દેશના લોકોને હાશકારો થયો : વડાપ્રધાન

 

જામનગર,તા.10 : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે રાત્રે 10 વાગ્યે તેઓ જામનગર આવી પહોચ્યાં હતા, જ્યાં એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સર્કલ ખાતેના સભાસ્થળે કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, રાજ્ય મંત્રી અને ધારાસભ્ય રિવાબા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા શાલ-ખેસ, શ્રીજીબાવાની છબી અને કટારરૂપી સ્મૃતિચિહ્ન અર્પણ કરી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. અહીંયા ઉત્સાહથી પ્રતિક્ષા કરતી જનમેદનીને માતૃભાષા ગુજરાતીમાં વડાપ્રધાન મોદીએ હાલારી પાઘડી પહેરીને સંબોધન કર્યુ હતુ. જેમાં વડાપ્રધાને કહ્યું હતુ કે, ગુજરાતની ટીમ ઉપર ભરોસો છે કે ગુજરાતીઓની આશા, આકાંક્ષામાં કોઈ કચાશ નહીં રહેવા દે. તેમણે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપના વિજયની વાત કહેતા કહ્યું હતુ કે, ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં બંગાળની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચર્ચા થઈ રહી છે. બંગાળમાં પરિવર્તન આવવાથી સમગ્ર દેશના લોકોને હાશકારો થયો છે. બંગાળમાં 50 વર્ષનો ખાડો પૂરીને દોડતું કરવાનું કામ ભાજપ કરશે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં વિકાસ, ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ અને દેશની આગળ વધતી અર્થવ્યવસ્થા વિશે વાત કરી હતી. તેમણે જામનગર અને સૌરાષ્ટ્રના વિકાસ માટે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ અને રોજગારીના અવસરોનો પણ ઉલ્લેખ કરતા કહ્યું હતુ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે ઉદ્યોગ, બંદર વિકાસ અને એનર્જી ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને જામનગર તેનો મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. સાથે જ તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલનથી ચાલી રહેલા વિકાસ કાર્યોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત

કરી હતી.

સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે ગુજરાત માત્ર મીઠું પકાવતું રાજ્ય કહેવાતું હતું, પરંતુ આજે ગુજરાત સેમિકન્ડક્ટર, વિમાનના પાર્ટ્સ અને આધુનિક ઉત્પાદન ક્ષેત્રમાં

વિશ્વસ્તરે પોતાની ઓળખ ઉભી કરી રહ્યું છે.

 

પેટ્રોલિયમ, રિફાઇનરી જેવા ક્ષેત્રમાં

જામનગરનું યોગદાન મહત્ત્વપૂર્ણ : PM

જામનગરના મહત્વ પર ભાર મૂકતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ શહેર દેશની આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. જામનગર દેશના ઉર્જા અને ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે અને આવનારા સમયમાં અહીં વિકાસના નવા દ્વાર ખૂલશે. ખાસ કરીને પેટ્રોલિયમ, રિફાઇનરી અને મેન્યુફેક્ચારિંગ સેક્ટરમાં જામનગરનું યોગદાન મહત્વપૂર્ણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલનથી ગુજરાતમાં ઝડપી વિકાસ શક્ય બન્યો છે. તેમણે યુવાનો માટે રોજગારીના અવસરો વધારવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો હતો.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનના અંતમાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની ઐતિહાસિક વાતને પણ યાદ કરતા કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનું કાર્ય શરૂ કરાવ્યું હતું તે ઐતિહાસિક પ્રસંગને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ અવસરે વિશેષ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને હું સવારમાં ત્યાં પહોંચી જઈશ.

જામનગરના લાલ બંગલો વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને વિશાળ જનમેદની ઉમટી પડી હતી. પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો મોટી સંખ્યામાં સ્વાગત માટે પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો અને ‘ભારત માતા કી જય’ના નારા ગૂંજી ઉઠયા હતા. વિવિધ સમાજોના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને બંગાળી સમાજે પરંપરાગત વેશભૂષામાં હાજરી આપી અને ભગવા-કેસરી એલઈડી ઘડિયાળ સાથે સમર્થન વ્યક્ત કર્યું હતું.

જામનગરના લાલ બંગલ સર્કલ ખાતે જનસભા સ્થળે વડાપ્રધાનના આગમન પૂર્વે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકસાહિત્ય અને સંગીતની સુગંધ વચ્ચે ગુજરાતનું સાંસ્કૃતિક ગૌરવ ગુંજી ઉઠયું હતુ. કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોએ લોકગીતો, સાહિત્યિક રજૂઆતો અને સંગીતના સૂરોથી મોદીને આવકાર્યા હતા. ઉપરાંત સિદી બાદશાહ ગ્રુપના કલાકારોના આકર્ષક ડાન્સ અને એરિયલ પ્રયોગોથી દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા. જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી બંગાળી વસ્ત્ર પરિધાન કરી સ્ટેજ પર પહોંચ્યા હતા.

 

વિપક્ષના નેતાઓ અને હિસ્ટ્રીશીટરોને નજર કેદ રખાયા

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈ અડચણ ઉભી ન થાય તે માટે કોંગ્રેસ સહિત વિપક્ષના કેટલાક નેતાઓ અને હિસ્ટ્રીશીટરોને પોલીસ નજર હેઠળ રાખવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી. આ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સોમનાથ મંદિર દર્શન માટે જશે અને ત્યારબાદ પરત ફરશે સુરક્ષા સાથે. યાત્રા પૂર્ણ થશે આજે અહેવાલ સમાપ્ત

 

પેટ્રોલિયમ, રિફાઇનરી જેવા ક્ષેત્રમાં જામનગરનું યોગદાન મહત્ત્વપૂર્ણ : PM

 

જામનગરના મહત્વ પર ભાર મૂકતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ શહેર દેશની આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. જામનગર દેશના ઉર્જા અને ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે અને આવનારા સમયમાં અહીં વિકાસના નવા દ્વાર ખૂલશે. ખાસ કરીને પેટ્રોલિયમ, રિફાઇનરી અને મેન્યુફેક્ચારિંગ સેક્ટરમાં જામનગરનું યોગદાન મહત્વપૂર્ણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલનથી ગુજરાતમાં ઝડપી વિકાસ શક્ય બન્યો છે. તેમણે યુવાનો માટે રોજગારીના અવસરો વધારવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો હતો.

 

 

આજે સોમનાથમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં  ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ

 

વેરાવળ, તા. 10

 સોમનાથ મંદિરના પુન: નિર્માણના 75 વર્ષ નિમિત્તે ‘સોમનાથ અમૃતપર્વ-2026‘ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સોમનાથ વિરાસતના 75 વર્ષની ઉજવણીના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026‘માં સહભાગી થવા વડાપ્રધાન તથા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી તા. 11મી મેના રોજ એટલે કે આવતીકાલના રોજ વેરાવળ આવી રહ્યા છે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉજવણીમાં જોડાશે.  વડાપ્રધાન આવતીકાલે સવારે હવાઈ માર્ગે જામનગરથી સોમનાથ આવશે. અહીં હેલિપેડ પર ઉતર્યા બાદ તેઓ વીર હમીરજી ગોહિલજી સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલશે.રોડ શો બાદ વડાપ્રધા સોમનાથ પરિસર ખાતે આવશે. અહીં તેઓ સોમનાથ મંદિર પુન: નિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે.

વડાપ્રધાન મોદી મંદિરમાં સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરશે અને જન-જનની સુખાકારી અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરશે તેમજ સોમનાથ મંદિર પર કુંભાભિષેક અને ધ્વજારોહણ પણ કરાવશે.

એ પછી ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એક્રોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના નભમાં દિલધડક એર શો યોજાશે.

આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’  દ્વારા 11 મેના રોજ મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે પાયલટોના સાહસભર્યા ઉડાનો જોઈને હાજર લોકો દંગ રહી ગયા હતા અને હર્ષનાદ સાથે એરફોર્સના પાયલટને વધાવી લીધા હતા. સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર જનમીત શર્મા તરફથી મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાના એમ્બેસેડર તરીકે ઓળખાતી સૂર્યકિરણ ટીમ લાલ અને સફેદ રંગના હોક એમ.કે.-132 (ઇંફૂસ ખસ-132) જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં વિવિધ સિંક્રનાઈઝ્ડ ફોર્મેશન અને સાહસિક દાવપેચ રજૂ કરશે. આ એરોબેટિક શો અંદાજે 15 મિનિટ સુધી ચાલશે, જેમાં પાઈલટો એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાડવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે.

 જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરીને આ ટીમ માત્ર 18 મિનિટમાં સોમનાથના આકાશમાં પહોંચશે. જામનગરથી સોમનાથનું હવાઈ અંતર અંદાજે 182 કિમી જેટલું છે.

 ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં 13 કુશળ પાઈલટોની ટીમ આ પ્રદર્શન કરશે. આ પ્રદર્શનના સુરક્ષિત સંચાલન માટે જામનગર એરફોર્સ સ્ટેશનના 25થી 30 એર વોરિયર્સની ટીમ મેદાનમાં તૈનાત રહેશે. આ ટીમના હોક એમ.કે.-132 વિમાનો ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (ઇંઅક) દ્વારા બનાવવામાં આવ્યા છે.

‘સોમનાથ અમૃતપર્વ-2026‘ અવસરે સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ મંદિર પર એરફોર્સના ચેતક હેલિકોપ્ટર દ્વારા વિશેષ પુષ્પવર્ષા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હેલિકોપ્ટર આકાશમાંથી મંદિર પરિસરમાં પુષ્પોની વર્ષા કરીને આસ્થા અને શૌર્યનો સંગમ રચશે.

સ્વદેશી ટેકનોલોજીથી બનેલા સ્મોક પોડ્સ બનશે મુખ્ય આકર્ષણ

આ વખતે પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણ સ્વદેશી ટેકનોલોજીથી બનેલા સ્મોક પોડ્સ રહેશે. વાયુસેનાના નાસિક સ્થિત બેઝ રિપેર ડેપો દ્વારા વિકસાવવામાં આવેલા આ પોડ્સની મદદથી વિમાનો આકાશમાં કેસરી, સફેદ અને લીલા રંગનો ધુમાડો છોડીને ભારતીય ત્રિરંગાની પ્રતિકૃતિ બનાવશે. ‘સદૈવ સર્વોત્તમ’ના મુદ્રાલેખ સાથે કાર્યરત આ ટીમના પાઈલટો પાંચ મીટરથી પણ ઓછા અંતરે વિમાનો ઉડાડીને શિસ્ત અને સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડશે.

સોમનાથ મંદિરની પ્રતિકૃતિ અંકિત વિશેષ ડાક ટિકિટનું વિમોચન કરાશે

મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદી સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સભામાં સોમનાથ મંદિરની પ્રતિકૃતિ અંકિત વિશેષ સ્મારક ડાક ટિકિટ તેમજ રૂ. 75ના વિશેષ સ્મારક સિક્કાનું વિમોચન કરશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક