• મંગળવાર, 25 જૂન, 2024

ભારતનો GDP પહેલીવાર 350 લાખ કરોડને પાર

મૂડીઝ : ભારત થોડાંક વર્ષોમાં જ સૌથી ગતિભેર આગળ વધતી અર્થવ્યવસ્થા હશે

નવી દિલ્હી, તા. 24 : વીતેલાં વર્ષ 2022માં ભારતનું સમગ્ર ઘરેલું ઉત્પાદન (જીડીપી) પહેલીવાર 3.5 લાખ કરોડ ડોલર એટલે કે, 350 લાખ કરોડ રૂપિયાને પાર થઇ ગયું છે.

ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે કહ્યું હતું કે, ભારત આગામી થોડાંક વર્ષમાં જ    સૌથી ગતિભેર આગળ વધનાર જી-20 અર્થવ્યવસ્થા હશે. જોકે, કેટલાક સુધારાની જરૂર રહેશે.

વર્લ્ડ બેન્કના આંકડા અનુસાર 2021માં ભારત દેશનો જીડીપી 3.18 લાખ ડોલર એટલે કે, 263.50 લાખ કરોડ રૂપિયા હતો.

દરમ્યાન મૂડીઝનાં સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે, અમલદારશાહી વિવિધ પરવાના અને કારોબાર સ્થાપવાની પ્રક્રિયા ધીમી કરી શકે છે.

5-6 વર્ષ આર્થિક સ્થિતિ મજબૂત : ગોયલ

ભારત પાસે 599.53 અબજ ડોલર વિદેશી મુદ્રા ભંડાર

નવી દિલ્હી, તા.ર4 : વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યંy કે અન્ય વિકાસશીલ દેશોની તુલનાએ ભારત પાસે મજબૂત વિદેશી મુદ્રા મંડાર છે. પ-6 વર્ષમાં ખરાબથી ખરાબ પરિસ્થિતિમાં દેશની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વિદેશી મુદ્રા ભંડાર સંતોષજનક સ્થિતિમાં છે.

ભારતીય રિઝર્વ બેન્ક અનુસાર, 1ર મેના સમાપ્ત થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 3.પપ અબજ ડોલરના ઉછાળા સાથે પ99.પ3 અબજ ડોલરે પહોંચ્યો હતો. છેલ્લા બે સપ્તાહમાં તેમાં 11.7 અબજ ડોલરનો વધારો થયો છે. ભારતીય ઉદ્યોગ સંઘના વાર્ષિક સત્રને સંબોધતા ગોયલે કહ્યંy કે સરકારી પ્રયાસોને કારણે ફુગાવાને કાબૂ કરવામાં મદદ મળી છે. આગામી પ-6 વર્ષમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિને પહોંચી વળાય તે દૃષ્ટિએ વિદેશી મુદ્રા ભંડાર પૂરતા પ્રમાણમાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024