• મંગળવાર, 25 જૂન, 2024

મસીતાળા ગામે માતાનો બે પુત્રીઓ સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત

પતિએ આપઘાત કર્યા બાદ માતા બે પુત્રીઓ સાથે માવતરે રહેતી’તી

 

ગેંડલ, તા.ર0 : મસીતાળા ગામે માવતરના ઘેર રહેતી મહિલાએ બે માસુમ પુત્રીઓ સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. આ બનાવના પગલે ગામમાં શોક વ્યાપી ગયો હતો અને મૃતકના પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ કરુણ બનાવ અંગેની વિગત એવી છે કે, મસીતાળા ગામે માવતરના ઘેર રહેતી રાણીબેન દેવરામભાઈ માલાણી નામની મહિલાએ બપોરના બે જોડીયા પુત્રીઓ રાજલ અને વેજલ (ઉ.ર)ને લઈ ગામ બહાર આવેલા ગ્રામ પંચાયતના કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો અને માતા-પુત્રીઓની લાશ પાણીમાં તરતી હોય ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને આ અંગેની જાણ થતા મૃતક રાણીબેનના પિતા રામભાઈ વિજાણી સહિતના પરિવારજનો અને પોલીસ તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને ત્રણેયના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક રાણીબેનના પાંચ વર્ષ પહેલા  જુનાગઢના પાદરીયા ગામે રહેતા દેવરામભાઈ સાથે લગ્ન થયા હતા અને દેવરામભાઈએ કોઈ કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો ત્યારે રાણીબેન સગર્ભા હતા અને પતિના મૃત્યુ બાદ રાણીબેન મસીતાળા રહેતા પિતા રામભાઈ વિજાણીના ઘેર આવતા રહ્યા હતા. દરમિયાન રાણીબેનએ જોડકી પુત્રીઓને જન્મ આપ્યો હતો. નાના એવા ગામમાં એકસાથે ત્રણ અર્થી ઉઠતા શોક વ્યાપી ગયો હતો અને પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024