• શનિવાર, 27 જુલાઈ, 2024

મણિપુરમાં ફરી હિંસા ભડકી : મંત્રીનાં ઘરે આગ ચાંપી  

 

ભીડને વિખેરવા કરવામાં આવેલા ગોળીબારમાં એકનું મૃત્યુ : અનેક સ્થળોએ ફરી કફર્યૂ

ઈમ્ફાલ, તા. 25: મણિપુરમાં હિંસા ઉપર હજી સુધી પૂર્ણવિરામ લાગ્યું નથી. મૈતેઈ સમુદાયને એસટીનો દરજ્જો આપવા સામે ત્રીજી મેના શરૂ થયેલી હિંસાને 21 દિવસ પસાર થઈ ચૂક્યા છે. ઘણા દિવસ બાદ કર્ફ્યૂમાં ઢીલ આપવામાં આવી હતી પણ ફરીથી હિંસા શરૂ થતા કફર્યૂ લાદવામાં આવ્યો છે. બુધવારે પીડબલ્યુડી મંત્રી ગોવિંદદાસ કોથોઇઝમનાં ઘર ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો. વિષ્ણુપુર જિલ્લાના ત્રોંગ્લાઓબી ગામમાં પણ હિંસા થઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

ગુરુવારે ભાજપ વિધાયક ગુવાહાટી જઈને ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત કરશે. વર્તમાન સમયે અમિત શાહ મણિપુરના પ્રવાસે છે. જાણકારી મુજબ તોઈજામ ચંદ્રમણિ નામના શખસને હિંસા દરમિયાન ગોળી વાગી હતી. ચંદ્રમણિએ બાદમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. બિશનપુર, ઈન્ફાલ પશ્ચિમ અને પૂર્વના જિલ્લામાં કર્ફ્યૂમાં જે ઢીલ આપવામાં આવી હતી તેને પાછી ખેંચી લેવામાં આવી છે. વિષ્ણુપુરમાં લોકો હિંસા બાદ સડકો ઉપર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન ભીડને વિખેરવા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો. મંગળવારે ચુરાચાંદપુર વિસ્તારમાં પણ મૈતેઈ અને કુકી સમુદાયના લોકો આમનેસામને આવ્યા હતા અને ઉશ્કેરાયેલા લોકોએ ઘરોમાં આગ ચાંપી હતી. સેનાના કહેવા પ્રમાણે કાંગચુક ચિગખોંગ ગામમાં પણ પાંચ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક મારુતિ અલ્ટો કારને આગના હવાલે કરી દેવામાં આવી હતી. ઘણી જગ્યાએ ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યા હતા. જેમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

મણિપુરમાં થયેલી હિંસા બાદ પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં પણ ચિંતા ફેલાઈ છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ કહ્યું હતું કે, મણિપુરની સમસ્યા ગંભીર છે અને સીએમએ હુલ્લડખોર લોકો ઉપર આકરી કાર્યવાહી કરવી જોઈએ. હાઇ કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે મૈતેઈ સમુદાયની માગણી ઉપર વિચાર કરવામાં આવે અને ચાર મહિનાની અંદર ભલામણ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024