• શનિવાર, 27 જુલાઈ, 2024

ટનલમાંથી શ્રમિકોને ઉગારવાનો મોરચો હવે સેનાએ સંભાળ્યો

ફરી ટનલની ઉપરથી બે સ્થાને મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ: છેલ્લી ઘડીનાં વિઘ્નથી શ્રમિકોનાં સ્વજનોમાં નિરાશા

નવી દિલ્હી, તા.26: ઉત્તરાખંડમાં ઉત્તરકાશીની સિલક્યારા સુરંગમાં ભૂસ્ખલનનાં કારણે એક પખવાડિયાથી ફસાઈ ગયેલા 41 શ્રમિકોને બહાર કાઢવાનાં પ્રયાસોમાં હવે સેનાએ પણ મોરચો સંભાળ્યો છે. શ્રમિકોને ઉગારવાનાં આ અભિયાનમાં છેલ્લી ઘડીએ ઓગર મશીન ફરીથી ખોટકાઈ ગયા બાદ ફરીથી મેન્યુઅલ એટલે કે હાથે ડ્રિલિંગની તૈયારી કરી લેવામાં આવી છે. મલબાને ડ્રિલ કરીને પાઈપ બિછાવીને શ્રમિકોને બહાર લાવવાની યોજના હતી પણ ડ્રિલિંગ મશીનની બ્લેડ તૂટી ગયા બાદ ફરીથી પ્લાન બી શરૂ કરી દેવામાં આવ્યો છે અને સુરંગની ઉપરથી બે સ્થાને ઉભું ડ્રિલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

છેલ્લા બે સપ્તાહથી અંધકારમાં ફસાઈ ગયેલા 41 શ્રમિકોનાં સ્વજનો છેલ્લી ઘડીનાં પ્રયાસોમાં પણ વિઘ્ન આવતા નિરાશ થઈ ગયા હતાં. દેશ અને દુનિયામાં આ શ્રમિકોની સલામત વાપસી માટે પ્રાર્થના-દુઆ કરવામાં આવી રહી છે. બીજીબાજુ આ લોકોને સલામત બહાર લાવવા માટે સેનાને બોલાવી લેવામાં આવી હતી.

અત્યાર સુધી ટનલનાં ઓપરેશન માટે ઓગર મશીનને ફસાયેલા મજૂરો માટે સંજીવની ગણાવવામાં આવતી હતી. જો કે આ યત્ર પણ વિફળ થઈ જતાં ફરીથી બધાની મીટ ટનલની ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ ઉપર મંડાઈ ગઈ છે. આ કામ માટે ટનલની ઉપર બે સ્થાન પસંદ કરવામાં આવ્યા છે. જે બન્ને નિર્માણાધીન સુરંગની કિનારે છે. વર્ટિકલ ડ્રિલિંગનું કામ એસજેવીએન નામક કંપની કરી રહી છે. એવું માનવામાં આવે છે કે, આવી રીતે શ્રમિકોને બહાર કાઢવામાં વધુ સમય લાગી જઈ શકે છે. જો કે ઓગર મશીન પછી આને જ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

શનીવારે ઓગર મશીનની બ્લેડ મલબામાં ફંસાઈ જતાં કામમાં વિક્ષેપ આવ્યો હતો ત્યારબાદ આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો તરફથી ચિંતાજનક તારણમાં કહેવામાં આવ્યું હતું કે, અંદર અટવાયેલા લોકો હવે આવતા મહિને નાતાલ સુધીમાં બહાર આવે તેવી આશા છે.

સુરંગમાં ધસેલા હિસ્સાની લંબાઈ 60 મીટર જેટલી છે અને અત્યાર સુધીમાં પચાસેક મીટર સુધીનું ખોદકામ કરી લેવામાં આવ્યું હતું. એટલે કે ધસેલા મલબાની આરપાર પાઈપ બિછાવા આડે ફક્ત 8થી 10 મીટર જેટલો મલબો હતો ત્યારે જ ઓગર મશીન ખરાબ થઈ જતાં છેલ્લી ઘડીએ અવરોધ આવ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024