• શનિવાર, 27 જુલાઈ, 2024

ભારતનો વિકાસ દર 6.4 ટકા: અમેરિકી એજન્સીનું અનુમાન

ઘરેલુ સ્તરે ભારતીય અર્થવ્યવસ્થાને સારો સપોર્ટ મળ્યો

 

નવી દિલ્હી, તા. 27: ભારત માટે સપ્તાહના પહેલા દિવસ સોમવારે અમેરિકાથી એક સારા રિપોર્ટ આવ્યા છે. ન્યૂયોર્ક હેડક્વાર્ટર ધરાવતી ગ્લોબલ રેટિંગ એજન્સી એસએન્ડપીએ ભારત માટે જીડીપી ગ્રોથના અનુમાનમાં સંશોધન કરતા તેમાં વૃદ્ધિ કરી છે. રેટિંગ એજન્સીના કહેવા પ્રમાણે નાણાકીય વર્ષ 2024માં દેશની અર્થવ્યવસ્થા 6.4 ટકાની રફતારથી વિકાસ કરશે.

દુનિયાની સૌથી મોટી રેટિંગ એજન્સીઓમાંથી એક એસએન્ડપી ગ્લોબલે 2024ના નાણાકીય વર્ષ માટે પોતાના ગ્રોથ રેટના અનુમાનમાં 0.40 ટકા એટલે કે 40 બેસિસ પોઇન્ટનો વધારો કરીને 6.4 ટકા કર્યો છે. આ પહેલા એજનસીએ 6 ટકાના દરે વિકાસ થવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. એસએન્ડપીના રિપોર્ટ અનુસાર ભારતીય અર્થવ્યવસ્થાને ઘરેલુ સ્તરે સારો સપોર્ટ મળી રહ્યો છે. જેનાં કારણે મોંઘવારી અને ધીમો નિકાસ પણ અર્થવ્યવસ્થાની રફતારને નબળી પાડી શકશે નહીં.

એજન્સીએ કહ્યું છે કે ડોમેસ્ટિક લેવલે શાનદાર પરર્ફોમન્સે અર્થતંત્રની બાધાઓને દૂર કરી દીધી છે. એક તરફ એજન્સીએ 2024ના આર્થિક વિકાસનાં અનુમાનમાં વૃદ્ધિ કરી છે તો બીજી તરફ 2024-25ના અનુમાનમાં મોટો કાપ મૂક્યો છે. એજન્સીએ 2024-25 માટે ભારતના વિકાસ દરનું અનુમાન 6.9 ટકાથી ઘટાડીને 6.4 ટકા કરી દીધી છે. એટલે કે તેમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. એજન્સીના કહેવા પ્રમાણે નાણાકીય વર્ષ 2024-2025માં ભારતીય અર્થતંત્ર ઉપર દબાણ જોવા મળી શકે છે, કારણ કે વૈશ્વિક સ્તરથી કમજોરીના સંકેત મળી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024