• શનિવાર, 27 જુલાઈ, 2024

બિહારમાં 75% અનામતને અદાલતમાં પડકાર

અરજકર્તાએ પટણા હાઇ કોર્ટમાં અરજી કરીને સંવૈધાનિક વૈધતા ઉપર સવાલ ઉઠાવ્યો

 

પટણા, તા. 27: બિહાર સરકાર દ્વારા અનામતના દાયરામાં વધારો કરવાના નિર્ણયને પટણા હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. બિહાર વિધાનસભાએ હાલમાં જ સંશોધન મારફતે પછાત વર્ગ, અત્યંત પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે વર્તમાન 50 ટકા અનામતને વધારીને 65 ટકા કરી દીધી હતી. પટણા હાઇ કોર્ટમાં આ નિર્ણય સામે એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે.

અરજીમાં બિહાર અનામત (સંશોધન) અધિનિયમ, 2023 અને બિહાર (શૈક્ષણિક સંસ્થાનમાં પ્રવેશમાં) અનામત (સંશોધન) અધિનિયમ, 2023ની બંધારણીય વૈધતાને પડકાર ફેંકવામાં આવ્યો છે. અરજકર્તાએ અધિનિયમો ઉપર રોક લાદવાની પણ માગ કરી છે. રાજ્યમાં અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરી દીધી છે જ્યારે ઇડબલ્યુએસ કોટાને 10 ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે. તેવામાં બિહારમાં અનામતનો દાયરો 50 ટકાથી વધીને 75 ટકાએ પહોંચી ગયો છે. આ માટે 10 નવેમ્બરના રોજ સંશોધન પસાર કરવામાં આવ્યું હતું. તેમજ 18મી નવેમ્બરના રોજ રાજ્યપાલની મંજૂરી મળી હતી. બાદમાં બિહાર સરકારે 21 નવેમ્બરના રોજ અનામતમાં વધારાને લઈને ગેઝેટ જારી કર્યું હતું.           

અરજીમાં તર્ક આપવામાં આવ્યો છે કે આ સંશોધન રાજ્ય દ્વારા આયોજિત જાતિગત જનગણનાથી મળેલા આંકડાને આધારિત છે. આ સર્વેક્ષણ અનુસાર બિહારમાં પછાત વર્ગની જનસંખ્યા 63.13 ટકા હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024