• શનિવાર, 27 જુલાઈ, 2024

ઠંડી વચ્ચે વરસાદનો માર : ત્રણ રાજ્યમાં 25નાં મૃત્યુ

ગુજરાતમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો : એમપી સહિતના રાજ્યોમાં હજી પણ વરસાદની આગાહી

 

નવી દિલ્હી, તા. 27: દેશનાં ત્રણ રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદના મારે હાહાકાર મચાવી દીધો છે. આંકડા મુજબ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીની શરૂઆત અને કમોસમી વરસાદનાં કારણે 24 કલાકની અંદર 25 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી ત્રણ દિવસ વરસાદનો દોર જારી રહેવાની પૂરી સંભાવના છે. આંકડા મુજબ ગુજરાતમાં 20, એમપીમાં ચાર અને રાજસ્થાનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આવી ઘટનાઓ ઉપર દુ:ખ વ્યક્ત કર્યું છે. સાથે જ કહ્યું છે કે ગુજરાતમાં સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના અધિકારીના કહેવા પ્રમાણે વરસાદના કારણે 20 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં મોટાભાગના મૃત્યુ વીજળી પડવાના કારણે બન્યા છે. દાહોદમાં ચાર, ભરુચમાં ત્રણ, તાપીમાં બે, અમદાવાદ, અમરેલી, બનાસકાઠા, બોટાદ, ખેડા, મહેસાણા સહિતનાં સ્થળોએ એક-એક એમ 20 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતના 252માંથી 234 તાલુકામાં રવિવારે વરસાદ નોંધાયો હતો. જેનાં કારણે અનાજને ભારે નુકસાન થયું છે.

અધિકારીઓના કહેવા પ્રમાણે વીજળી પડવાનાં કારણે મધ્યપ્રદેશમાં રવિવાર અને સોમવારના રોજ ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાંથી બે લોકોનાં મૃત્યુ ધાર જિલ્લામાં થયા છે. હવામાન વિભાગના જાણકારોના કહેવા પ્રમાણે આગામી ત્રણ-ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદના આસાર છે.  

રાજસ્થાનમાં જૈસલમેર અને બાડમેર જેવા પશ્ચિમી રાજયોમાં ભારે વરસાદ થયો છે જ્યારે પૂર્વી રાજસ્થાનના મોટાભાગનો વિસ્તાર વરસાદની ચપેટમાં આવ્યો નથી. ઉદયપુર, જોધપુર ડિવિઝનમાં ભારે પવન અને કરા પડવાની સંભાવના છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024