• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

ગઢડા તાલુકામાં માવઠાથી તારાજી: ઈંટ ઉત્પાદકો તથા ખેતીના પાકમાં નુકસાન

વાવેતર પાછલા વર્ષ કરતા ઓછું ચાલે છે એમાં મોટું નુક્સાન આવે તો આફત

 

રાજકોટ, તા.27: (ફૂલછાબ ન્યૂઝ) શિયાળુ પાકોનું વાવેતર એક તરફ અગાઉથી જ પાછળ ચાલી રહ્યું છે એવામાં એકાએક બે દિવસ માવઠાં થવાથી ઉભા વાવેતરમાં નુક્સાનીનો ભય વધી ગયો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતનું વાતાવરણ મંગળવારેથી ચોખ્ખું થવા લાગ્યું હતું પણ કરા સાથેના વરસાદથી વ્યાપક નુક્સાનીની બૂમ કિસાનોમાં ઉઠી છે. જીરૂ, ઘઉં વરિયાળી, ઇસબગુલ અને ચણા સહિતના પાકોમાં બગાડની ચર્ચા ચાલી છે.

ગુજરાતના કૃષિ વિભાગે વાવેતરના આંકડાઓની જાહેરાત કરી હતી. એ પ્રમાણે 11.77 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. પાછલા વર્ષમાં આ દિવસે 16.46 લાખ હેક્ટર વાવેતર થયું હતુ. સરકારી આંકડા રવિવાર સુધીના છે એટલે એમાં માવઠાંને લીધે થયેલા બગાડનો સમાવેશ નથી પણ નવા સપ્તાહના આંકડાઓમાં તે સ્પષ્ટ દેખાશે. ખેડૂતો નુક્સાનીના સર્વેની માગ કરી રહ્યા છે.

જીરૂનું વાવેતર પાછલા વર્ષ કરતા આગળ ચાલી રહ્યું છે. સરકારે 88 હજાર હેક્ટરમાં વાવેતર નોંધ્યું છે. ગયા વર્ષમાં 77 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતુ. જીરૂના ભાવ આ વર્ષમાં રેકોર્ડબ્રેક ઉંચા રહ્યા હતા એ કારણથી વાવેતર ખૂબ થાય એવી ધારણા છે.  જોકે પ્રગતિ જોતા હજુ ખેડૂતો વેઇટ એન્ડ વોચ કરી રહ્યા હોય એમ લાગે છે. જીરૂનો વાવેતર વિસ્તાર સવા ચાર લાખ સામાન્ય વર્ષોમાં રહેતો હોય છે. ધાણાના વાવેતરમાં મોટો ઘટાડો દેખાય છે. 35,754 હેક્ટર આ વર્ષે વાવેતર છે. પાછલા વર્ષમાં 95 હજાર હેક્ટર કરતા વધારે થઇ ગયું હતુ.

ઘઉંના ભાવ વિક્રમી ઉંચાઇએ છે છતાં વાવેતર ઘણું જ મંદ છે. ગયા વર્ષમાં આ સમયે 2.81 લાખ હેક્ટર વાવેતર થયું હતુ, એની સામે 1.87 લાખ હેક્ટર વિસ્તાર જ આવરી લેવાયો છે. ખેડૂતો કહે છે, ઠંડીની શરૂઆત મોડી થઇ છે એટલે હવે ડિસેમ્બરમાં મોટાંભાગે વાવેતર થઇ જશે. ધાન્ય પાકોમાં મકાઇનો વિસ્તાર 52 હજાર સામે 25 હજાર હેક્ટર સુધી જ પહોંચ્યો છે.

ચણાનું વાવેતર 3.31 લાખ હેક્ટર સામે 1.86 લાખ હેક્ટર સુધી જ પહોંચ્યું છે. રાયડાનો વિસ્તાર 2.47 સામે 1.66 લાખ હેક્ટર છે.

જીરૂ અને વરિયાળી સિવાય કોઇ પાકનું વાવેતર હજુ પાછલા વર્ષ કરતા વધારે થઇ શક્યું નથી. વરિયાળીનો વિસ્તાર 32452 હેક્ટર છે. જે પાછલા વર્ષમાં 13000 હેક્ટર હતો. વરિયાળીમાં ખૂબ વળતર મળ્યું છે એટલે ખેડૂતોએ વાવેતર મન મૂકીને કર્યું છે.

શેરડીનો વિસ્તાર આ વર્ષે 90 હજાર હેક્ટર થયો છે. તમાકુંનું ઘટીને 31400 હેક્ટર, લસણનું 3196 હેક્ટર, સવાનું 6314 હેક્ટર, બટાટાનું 35700 હેક્ટર અને ડુંગળીનું 22 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે.

ખેડૂતો કહે છેકે, ઘણા વિસ્તારોમાં પાણીની ખેંચ વર્તાવા લાગી છે. આ વર્ષે વરસાદ સારો હતો પણ વચ્ચે લાંબો સમય ખેંચાઇ જતા ખરીફ પાકોને પણ પાણીની આવશ્યકતા પડી હતી ત્યારે ઘણા વિસ્તારોમાં રવી પાકોને પાણીની અછત નડી શકે છે.

Budget 2024 LIVE

Crime

કોર્ટ કેસ ચાલુ હોવાથી જેલમાં જવું ન પડે માટે વૃદ્ધ વેપારીએ ચીલઝડપ થયાનું રચ્યું’તું તરકટ આર્થિક ભીંસ અને જેલમાં જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતા વેપારીએ ખેલ કર્યો’તો February 23, Fri, 2024