• મંગળવાર, 25 જૂન, 2024

ગુજરાતમાં શનિવારથી ગરમી ઘટશે અને પવનનું જોર વધશે કચ્છ-સૌરાષ્ટ્રમાં 40થી 45 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા: તાપમાનમાં બેથી

            ત્રણ ડિગ્રી ઘટાડો થશે

અમદાવાદ, તા.24: (ફૂલછાબ ન્યુઝ) સામાન્ય રીતે મે માસના અંતિમ દિવસોમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષ વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાયાના કારણે ફરી વાતાવરણ પલટાશે ગુજરાતમાં ગરમીના જોરમાં ઘટાડો આવશે અને 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે જો કે બફારા યથાવત રહેશે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં શનિવારથી ગરમીથી રાહત મળશે. શુક્રવારે ભારે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાંતોના મત પ્રમાણે, જૂનના પ્રથમ સપ્તાહમાં અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થઇ શકે છે, વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. 

સ્થાનિક હવામાન વિભાગ પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે આ માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 26 મેના રોજ ગુજરાતમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગરમીની તીવ્રતામાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે લોકોને ભારે ગરમી સામે થોડી રાહત મળશે. જો કે, દેશના કેટલાક રાજ્યમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદનું પણ એલર્ટ જારી કર્યું છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024