• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

2024માં કોંગ્રેસ સાફ થઈ જશે : મોદી

મધ્યપ્રદેશના ઝાબુઓમાં વડાપ્રધાનની જનસભા, વિપક્ષ પર પ્રહાર

નવી દિલ્હી, તા.11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્યપ્રદેશના ઝાબુઓમાં જનસભા સંબોધતાં કોંગ્રેસ પર નિશાનો સાધ્યો અને કહ્યંy કે વિતેલા વર્ષોમાં મધ્યપ્રદેશે બે અલગ અલગ દૌર જોયા છે. એક ડબલ એન્જિન સરકારનો દૌર અને બીજો કોંગ્રેસના જમાનાનો કાળો દૌર. ઓછી ઉંમરના યુવાઓને કદાચ યાદ પણ નહીં હોય. આજે વિકાસના રસ્તે ઝડપથી દોડી રહેલું મધ્યપ્રદેશ એક સમયે સૌથી બીમાર રાજ્ય ગણાતું હતું. ર0ર3ની વિધાનસભા ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસની છુટ્ટી કરી નાખી અને ર0ર4ની લોકસભા ચૂંટણીમાં તેને સાફ કરી નાખશે.

વડાપ્રધાન મોદીએ ઝાબુઓમાં 7પપ0 કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યુ હતું. તેમણે આહાર અનુદાન યોજના હેઠળ આશરે ર લાખ મહિલા લાભાર્થીઓને માસિક હપ્તાનું વિતરણ કર્યુ હતું. દરમિયાન જનસભા સંબોધતાં કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યંy કે ર0ર4ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો નિશ્ચિત છે. વધુમાં તેમણે કહ્યંy કે લૂંટ અને ફૂટ કોંગ્રેસનું ઓક્સિજન રહ્યંy છે. કોંગ્રેસ હવે પોતાના પાપોના દલદલમાં ફસાઈ ચૂકી છે. તે જેટલા બહાર નીકળવાનો પ્રયાસ કરશે એટલી જ ધસશે. આ વખતે ભાજપ એકલા હાથે લોકસભા ચૂંટણીમાં 370ને પાર જશે તેવો દાવો કર્યો હતો.

 

Budget 2024 LIVE

Crime

કોર્ટ કેસ ચાલુ હોવાથી જેલમાં જવું ન પડે માટે વૃદ્ધ વેપારીએ ચીલઝડપ થયાનું રચ્યું’તું તરકટ આર્થિક ભીંસ અને જેલમાં જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતા વેપારીએ ખેલ કર્યો’તો February 23, Fri, 2024