• શનિવાર, 27 જુલાઈ, 2024

ગુલમર્ગ, સિક્કિમમાં હિમપ્રપાત: 500 સહેલાણીને ઉગારી લેવાયા

ગુલમર્ગમાં એક રશિયનનું મૃત્યુ, એક લાપતા, 5 રેસ્ક્યૂ : નાથૂ-લામાં 175 વાહન ફસાયા, કમોસમી હિમવર્ષા બની આફત, સૈન્ય તારણહાર

શ્રીનગર, તા.રર : જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓના માનિતા સ્થળ ગુલમર્ગમાં અચાનક આવેલા બરફના ભીષણ તોફાન અને હિમપ્રપાતમાં એક રશિયન પ્રવાસીનું મૃત્યુ થયું છે તથા અન્ય એક લાપતા છે કુલ પાંચ ને રેસ્કયૂ કરાયા હતા. ભારત-ચીન સરહદે પણ ભારે હિમવર્ષા થઈ છે. સિક્કિમમાં ફસાયેલા પ00 જેટલા પ્રવાસીઓને ભારતીય સૈન્યએ રેસ્ક્યૂ કર્યા છે.

કાશ્મીરમાં ફરવા ગયેલા પ્રવાસીઓમાં હાહાકાર મચ્યો છે. અહીં વિદેશીઓ બહોળી સંખ્યામાં હિમવર્ષાનો આનંદ માણવા પહોંચ્યા છે. અધિકારીઓ અનુસાર લાપત્તા બે વિદેશીઓમાં એકનો મૃતદેહ મળી આવ્યો છે. અન્ય એક લાપત્તા છે.

પ ને બચાવી લેવાયા હતા. લાપતા લોકોની સંખ્યા વધે તેવી ભીતિ છે. સર્ચ-રેસ્ક્યૂ ઓપરેશનમાં હેલિકોપ્ટરોની મદદ લેવાઈ છે. કાશ્મીરમાં કટાણે ભારે હિમવર્ષા થઈ છે જેને કારણે જનજીવન થંભી ગયું છે. હવામાન વિભાગે ર6મી સુધી કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી હિમવર્ષા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. આશ્ચર્ય છે બે કાશમીરમાં જયારે ચિલ્લઈકલાંનો દૌર હતો ત્યારે હિમવર્ષા થઈ નહીં અને ફેબ્રુઆરીના મધ્ય બાદ ભારે હિમવર્ષા થતાં હવામાન વિજ્ઞાનીઓ ચોંકી ઉઠયા છે. વિદેશીઓ ગુલમર્ગના કોંગદૂરી ઢાળ પર સ્થાનિકોની મદદ વિના ગયા ત્યારે હિમપ્રપાત થયો હતો. કાશમીર અને સિક્કિમમાં આફતના સમયે ભારતીય સૈન્ય વધુ એકવાર તારણહાર બન્યુ છે.

સિક્કિમ અંગે ભારતીય સૈન્યએ ટ્વિટ કર્યુ કે અચાનક શરૂ થયેલી હિમવર્ષાને કારણે ર1 ફેબ્રુઆરીએ નાથૂ-લામાં પ00થી વધુ પર્યટકો અને 17પ વાહનો ફસાઈ ગયા હતા. માહિતી મળતાં જ ત્રિશક્તિ કોર્પના જવાનોએ માઈનસ તાપમાનમાં પર્યટકોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ. પર્યટકેને સુરક્ષિત સથળે લાવીને તુરંત સારવાર, ભોજન, પરિવહન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024