• શનિવાર, 27 જુલાઈ, 2024

ભારતના ગુપ્ત દસ્તાવેજોની તફડંચી: ચીની હેકર્સનો દાવો

પીએમઓ, એર ઇન્ડિયા, રિલાયન્સ વગેરે નિશાને : ચીની સરકારના  હેકિંગ ગ્રુપ આઇસુને કર્યા દસ્તાવેજો લીક

નવી દિલ્હી, તા. 22: ચીનના એક હેકર ગ્રુપે ભારત સરકાર સંબંધિત મહત્ત્વના વિભાગોના અગત્યના દસ્તાવેજો હેક કર્યાનો ચોંકાવનારો દાવો કર્યો છે. જેમાં પીએમઓથી લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એર ઇન્ડિયા જેવી કંપનીઓ પણ સામેલ છે. એક અખબારની ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ટીમે લીક થયેલા ડેટાની સમીક્ષા કરી છે.

ચીની સરકાર સાથે જોડાયેલા હેકિંગ ગ્રુપ આઇસુને હાલમાં જ હજારો દસ્તાવેજ, તસવીરો અને ચેટ મેસેજ ગીટ હબ ઉપર પોસ્ટ કર્યા હતા. ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર આ હેકિંગ ગ્રુપના બે કર્મચારીના કહેવા પ્રમાણે આઇસુન અને ચીન પોલીસે ફાઇલો લીક કેવી રીતે થઈ તે અંગે તપાસ શરૂ કરી દીધી છે. કર્મચારીના કહેવા પ્રમાણે લીક મામલે 21 ફેબ્રુઆરીના આઇસુનની બેઠક થઈ હતી.

આ બેઠકમાં કહેવામાં આવ્યું હતુ કે ઘટનાક્રમથી બિઝનેસ ઉપર કોઈપણ પ્રકારની અસર પડશે નહીં અને કામકાજ સામાન્ય રીતે યથાવત્ રહેશે.

લીક થયેલા ઇન્ટર્નલ ડોક્યુમેન્ટ મૂળ રૂપથી મંદારિન ભાષામાં છે. જેનાથી હેકર્સની મોડસ ઓપરેન્ડી અને ટાર્ગેટની જાણકારી મળે છે. હેકર્સના નિશાને નાટોથી લઈને યુરોપીય સરકારો અને પાકિસ્તાન જેવા ચીની સહયોગીની ખાનગી સંસ્થાન પણ સામેલ છે. લીક દસ્તાવેજોમાં સાઇબર જાસૂસી ઓપરેશનના ટાર્ગેટનો પણ ઉલ્લેખ છે. જો કે સમીક્ષામાં ચોરી કરેલા ડેટાના સેમ્પલ મળી આવ્યા નથી તેમજ હેકિંગ વ્યક્તિગત રીતે કેટલા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તેની પણ જાણકારી મળી નથી.

લીક થયેલા ડેટામાં નાણા મંત્રાલય, વિદેશ મંત્રાલય, રાષ્ટ્રપતિના આંતરિક મંત્રાલય જેવા ભારતીય ટાર્ગેટનો ઉલ્લેખ છે. જેનાથી ઈશારો સંભવિત ગૃહ મંત્રાલય તરફ હોવાની સંભાવના છે. ભારત-ચીન સરહદે તણાવ વચ્ચે ચીની હેકરોએ મે 2021માં અને ઓક્ટોબર 2021 વચ્ચે રાષ્ટ્રપતિના આંતરિક મંત્રાલયના વિભિન્ન કાર્યાલયો સંબંધિત 5.49 જીબી ડેટા ફરીથી મેળવ્યો હતો.

આ ઉપરાંત શંઘાઈ સ્થિત કંપની આઇસુને ઇપીએફઓ, બીએસએનએલ, અપોલો હોસ્પિટલ અને એર ઇન્ડિયાનો ડેટા પણ ચોર્યો હોવાની વાત છે. ભારત ઉપરાંત હેકરોએ પાકિસ્તાનને નિશાન બનાવ્યું છે. પાકિસ્તાનના પંજાબથી 1.43 જીબી ડેટા ચોરવામાં આવ્યો છે. નેપાળ, મ્યાંમાર, મંગોલિયા, મલેશિયા, અફઘાનિસ્તાન, ફ્રાન્સ, થાઈલેન્ડ, કજાકિસ્તાન, તૂર્કી, કંબોડિયા અને ફિલિપિન્સની જાણકારી પણ લેવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024