• શનિવાર, 27 જુલાઈ, 2024

‘અકબર’ અને  ‘સીતા’ : સિંહ-સિંહણના નામ બદલવા આદેશ

હાઇ કોર્ટે કહ્યંy, દેવી દુર્ગાની સવારી છે સિંહ : બંગાળ સરકાર પાસે માગ્યો જવાબ

કોલકત્તા, તા.રર: પશ્ચિમ બંગાળના સિલીગુડીના સફારી પાર્કમાં એક સિંહણનું નામ ‘સીતા’ અને સિંહનું ‘અકબર’ નામ રાખવામાં આવ્યા બાદ વિવાદ વચ્ચે મામલો હુ કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે તેની ગંભીર નોંધ લઈ આવા નામ હટાવવા આદેશ આપી પશ્ચિમ બંગાળ સરકાર પાસે જવાબ માગ્યો છે. કોર્ટે આદેશ આપ્યો કે રાજ્ય સરકાર સિંહ-સિંહણને કોઈ અન્ય નામ આપવા વિચાર કરે જેથી વિવાદને ડામી શકાય. દેશમાં બહોળી સંખ્યામાં લોકો સીતાની પૂજા કરે છે અને અકબર એક કૂશળ, સફળ અને ધર્મનિરપેક્ષ મુઘલ સમ્રાટ હતા.

વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) એ પશુઓના ધાર્મિક નામકરણ વિરુદ્ધ કરેલી અરજી પર કોલકત્તા હાઇ કોર્ટે ગુરુવારે સુનાવણી કરી હતી. વિહિપે અરજીમાં આરોપ લગાવ્યો હતો કે એક બિલાડી પ્રજાતિનું નામ ભગવાન રામનાં પત્ની સીતાનાં નામથી રાખવામાં આવતાં ઊંડી પીડા થઈ છે. સીતા દુનિયાભરમાં હિંદુઓ માટે પવિત્ર દેવી છે. આવું કૃત્ય ઈશનિંદા સમાન છે અને તે હિંદુઓની ધાર્મિક આસ્થા પર સીધો પ્રહાર છે.

અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યની એકલ પીઠે કહ્યું કે, પશુઓનાં નામ સ્નેહથી રાખવામાં આવી શકે છે. કોર્ટે સિંહને દેવી દુર્ગાની સવારી રૂપે સંદર્ભિત કરી કહ્યંy કે આપણે દુર્ગા પૂજા દરમિયાન સિંહની પૂજા કરીએ છીએ. તે વ્યક્તિની સોચ પર નિર્ભર કરે છે. શું આપણે સિંહ વિના દુર્ગાની કલ્પના કરી શકીએ ? અરજદારોએ કોર્ટ સમક્ષ માગ કરી કે કોર્ટ એવો નિર્દેશ આપે કે કોઈપણ જાનવરનું નામ દેવી-દેવતાનાં નામ પરથી રાખવામાં ન આવે. એવી આશંકા છે કે જો એક ટ્રેન્ડ સેટ થઈ ગયો તો આગળ જતાં કોઈ ગધેડાનું નામ પણ દેવતાનાં નામ પરથી રાખવા લાગશે. દલીલો સાંભળ્યા બાદ હાઇ કોર્ટે સિંહણ અને સિંહનું વિવાદાસ્પદ નામ હટાવવા અને રાજ્યના વકીલને નિર્દેશ આપ્યો કે સિંહોનાં નામકરણ અંગેની ખરી માહિતિ સોગંદનામા રૂપે રજૂ કરવામાં આવે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024