• શનિવાર, 27 જુલાઈ, 2024

ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન ભરૂચ, ભાવનગર બેઠક પર બની સહમતી ગુજરાત લોકસભાની 2 બેઠક પર આપ અને 24 બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે

અમદાવાદ, તા.22: લોકસભાની ચૂંટણીને લઈને ઈંગઉઈંઅ અલાયન્સમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. ગુજરાતમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને 2 બેઠક આપી છે. જેમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તે નક્કી થયું છે. જ્યારે અન્ય 24 સીટ પર કોંગ્રેસ લડશે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 

અહીં નોંધવું ઘટે કે, ગુજરાતમાં આપ દ્વારા પહેલાથી જ ભરૂચ અને ભાવનગર સીટ પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. જેમાં ભરૂચ સીટ પરથી ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર જાહેર કરવામા આવ્યા છે. ત્યારે કોંગ્રેસે ભરૂચ અને ભાવનગરની સીટ આપને આપી છે. તેથી આ બે સીટ પર આપના ઉમેવાર ચૂંટણી લડશે. 

ઉલ્લેખનીય છે કે, ભરૂચ બેઠકથી ચૂંટણી લડવા માટે અગાઉ મુમતાઝ પટેલે તૈયારી દર્શાવી હતી. જેને લઈને ઈંગઉઈંઅ ગઠબંધનમાં ભરૂચ અને ભાવનગર સીટ પર રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો જો કે હવે આપ-કોંગ્રેસ વચ્ચે સહમતી બની છે અને કોંગ્રેસે ભરૂચ અને ભાવનગર સીટ આપને આપી છે. જ્યારે 24 પર કોંગ્રેસ લડશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024