• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

જ્ઞાનવાપી : પૂજા, નમાઝ બન્ને થશે

-પૂજા વિરોધી મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયો આદેશ

 

નવી દિલ્હી, તા. 1 : જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનાં વ્યાસ ભોંયરાંમાં પૂજા વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે પૂજા પર રોક મૂકવાનો ઈન્કાર કરી દીધો હતો. ટોચની અદાલતે કહ્યું હતું કે, 31 જાન્યુઆરીના આદેશથી નમાજ પ્રભાવિત નથી થઈ. આમ, પૂજા અને નમાજ બંને જારી રહે.

મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય ચંદ્રચૂંડે કહ્યું હતું કે, 17 અને 31 જાન્યુઆરીના પૂજાની છૂટના આદેશો બાદ મુસ્લિમ પક્ષ કોઈપણ અવરોધ વિના નમાજ અદા કરી રહ્યો છે, તો હિન્દુ પૂજારી પૂજા કરી રહ્યા છે. આ જોતાં ભોયરાંનાં ક્ષેત્રમાં યથાસ્થિતિ જાળવી રાખવી જ યોગ્ય છે. જેથી બંને સમુદાય તેમની ભક્તિ, બંદગી કરી શકે, તેવું તેમણે ઉમેર્યું હતું.

બીજી તરફ, મુસ્લિમ વ્યવસ્થાપન તંત્રની અરજી પર કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટીઓને પણ નોટિસ આપી, સુપ્રીમે 30 એપ્રિલ સુધી જવાબ માગ્યો  છે. સુનાવણીમાં વ્યાસ પરિવારના વકીલ શ્યામ દીવાને ઔપચારિક નોટિસના વિરોધ સાથે કહ્યું હતું કે, નીચલી અદાલતોમાં મામલાનો પૂરો નિવેડો નથી આવ્યો.

અત્યારના સમયે સુપ્રીમ કોર્ટની દખલની જરૂર નથી, તેવું દીવાને જણાવ્યું હતું. જો કે, ત્યાર પછી પણ સુપ્રીમે નોટિસ જારી કરી દીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઉંચડી ગામે ભીક્ષાવૃત્તિ કરતા યુવાનની હત્યા કરનાર ત્રણ શખસ ઝડપાયા દારૂની મહેફિલમાં ડખ્ખો થતા બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું December 10, Tue, 2024