- એપ્રિલ-2023ના 1.87 લાખ કરોડ બાદ બીજો સૌથી મોટો વિક્રમ : આખા વર્ષની આવક 20 લાખ કરોડ
નવી દિલ્હી, તા. 1 : દેશમાં મોંઘવારીની ભારે બુમરાણ વચ્ચે સરકારને માર્ચમાં જીએસટી વસુલાતથી 1.78 લાખ કરોડ રૂપિયાની જંગી કમાણી થઈ છે. જીએસટી વસુલાતમાં આ બીજો સૌથી મોટો વિક્રમ છે.
વિતેલા વરસના સમાન સમયગાળાની તુલનાએ જીએટી વસુલાતમાં 11 ટકાથી વધુ વધારો થયો છે.
એપ્રિલ-2023માં 1.87 લાખ કરોડ રૂપિયાની વસુલાત થઈ હતી. વિતેલા વર્ષના સમાન સમયગાળામાં જીએસટી રૂપે સરકારી ખજાનામાં 1.60 લાખ કરોડની આવક થઈ હતી.
નાણાકીય વર્ષ 2024માં આખા વર્ષની કુલ્લ જીએસટી વસુલાત 11.7 ટકા વધીને રૂા. 14 લાખ કરોડ રૂપિયા થઈ છે.
દર મહિનાની સરેરાશ જીએસટી વસુલાત વધીને 16 લાખ કરોડ રૂપિયા રહી હતી.
ઉલ્લેખનીય છે કે, જુની પરોક્ષ વેરા વ્યવસ્થાના સ્થાને પહેલી જુલાઈ, 2017ના દિવસે સમગ્ર દેશમાં જીએટી વેરા પ્રણાલી લાગુ
કરાઈ હતી. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના જીએસટી વેરા વ્યવસ્થા લાવવાના આ પગલાને દેશની આઝાદી પછીથી વેરાના ક્ષેત્રમાં સૌથી મોટા સુધારા તરીકે માનવામાં આવે છે.