• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

ચૂંટણી બોન્ડના વિરોધીઓને પસ્તાવો થશે : મોદી

- ઈલેક્ટોરલ બોન્ડ પર પહેલીવાર વડાપ્રધાન મોદીએ મૌન તોડયું; મોદી આ યોજના લાવ્યા તો ખબર પડી, ખામીઓ દૂર કરી શકાય છે

 

નવી દિલ્હી, તા. 1 : લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓમાં તમામ પક્ષો લાગી ગયા છે, ત્યારે પહેલી વખત ઈલેક્ટોરલ બોન્ડ પર મૌન તોડતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યંy હતું કે, 2014થી પહેલાં પણ ચૂંટણીઓમાં ખર્ચ થતા હતા. ત્યારે કયા પૈસા ક્યાંથી આવ્યા અને કોણે ખર્ચ કર્યો, તેની જાણકારી મળતી નહોતી. કોઈપણ સિસ્ટમ પરફેક્ટ એટલે કે, પૂર્ણ નથી હોતી. ખામીઓને સુધારી શકાય છે. ચૂંટણી બોન્ડનો વિરોધ કરનારાઓને પસ્તાવો થશે.

તામિલનાડુની ન્યૂઝ ચેનલ થાંથી ટીવીને આપેલા એક કલાકના ઈન્ટરવ્યૂમાં મોદીએ આવી વાત કહી હતી. ભાજપે યુ-ટયુબ ચેનલ પર આ ઈન્ટરવ્યૂ જારી કર્યો છે.

વડાપ્રધાને કહ્યંy હતું કે, મોદીએ ઈલેક્ટોરલ બોન્ડની યોજલના બનાવી તો કયા પૈસા, કોણે, કયારે, કોને આપ્યા તેની ખબર પડી રહી છે. જે લોકો વિગતો જાહેર થવા પર ધમાલ કરી રહ્યા છે, તેમને પછીથી અફસોસ થશે.

આ સિવાય ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે, વિપક્ષ સરકાર પર ઈડી-સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવી રહ્યો છે. એના પર કહ્યું- અમે ઈડીની સ્થાપના નથી કરી, ન તો અમારી સરકાર પીએમએલએ કાયદો લાવી છે.

ઈડી અને સીબીઆઈએ સ્વતંત્ર રીતે કામ કરવું પડશે અને કોર્ટના ચુકાદામાં નિષ્પક્ષ રહેવું પડશે. ઈડી પાસે હાલમાં 7 હજાર કેસ છે. એમાંથી રાજનેતાઓને લગતા કેસ ત્રણ ટકાથી ઓછા છે.

હાલમાં નોટોના ઢગલા પકડાઈ રહ્યા છે. વાશિંગ મશીનમાંથી પણ નોટો મળી આવી હતી. ઘરોમાં પાણીના પાઈપોમાંથી ચલણી નોટોનાં બંડલ મળી આવ્યાં હતાં. કોંગ્રેસના સાંસદનાં ઘરે અને બંગાળના મંત્રીઓનાં ઘરેથી ચલણી નોટોના ઢગલા મળી આવ્યા છે. અમે બંગાળમાં લગભગ 3 હજાર કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. દેશની જનતા આ બધી બાબતો સહન કરવા તૈયાર નથી.

અયોધ્યા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ માટેના આમંત્રણે મને ચોંકાવી દીધો. આ પછી મેં નક્કી કર્યું કે, હું 11 દિવસ સુધી અનુષ્ઠાન કરીશ. જ્યારે હું અયોધ્યા પહોંચ્યો, હું એક સમયે એક ડગલું ચાલતો હતો ત્યારે મારા મનમાં ઈરાદો હતો કે હું પીએમ હોવાના કારણે જઈ રહ્યો છું કે પછી ભારતના નાગરિક તરીકે જઈ રહ્યો છું.

હું ભક્ત તરીકે ત્યાં ગયો હતો. જેવો હું રામલલ્લાની સામે પહોંચ્યો. હું ત્યાં અટકી ગયો. શરૂઆતમાં હું પંડિતોના કહેવા પર ધ્યાન પણ ન આપી શક્યો. મારા મનમાં વિચારો આવ્યા કે રામલલ્લા મને કહી રહ્યા હતા કે, હવે સુવર્ણ યુગ શરૂ થયો છે. ભારતના દિવસો આવી ગયા છે. હું રામલલ્લાનાં દર્શનને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.

હું જે કંઈપણ કરું છું એ ટોપ-રેટેડ હોવું જોઈએ. મેં જે પણ કામ કર્યું છે, મેં એના પર બરાબર ધ્યાન આપ્યું છે. વિદેશી બાબતોની વાત કરું તો મારા માટે એક નાનું રાષ્ટ્ર એક મોટા દેશ જેટલું જ મહત્ત્વનું છે.

આજે વિશ્વ ભારતને વિશ્વબંધુ તરીકે જુએ છે. વિશ્વના તમામ દેશો ભારત સાથે પોતાનાપણું અનુભવે છે. દરેક દેશ ભારતમાં માને છે અને અમારી પાસેથી ઘણી અપેક્ષાઓ ધરાવે છે. અમે અમારાં પોતાનાં હિતોને પ્રાધાન્ય આપીને વૈશ્વિક સુખાકારીમાં માનીએ છીએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024