• શનિવાર, 27 જુલાઈ, 2024

મોદી ગુજરાતમાં 10 થી 12 સભા સંબોધશે

નવી દિલ્હી, તા.1: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તમામ પક્ષો તરફથી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી ગુજરાતમાં 10થી 1ર જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં 10થી 1ર સભા સંબોધશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે કરેલા ક્લસ્ટર મુજબ વડાપ્રધાનની સભાનું આયોજન કરવામાં આવશે. રાજ્યના અર્બન વિસ્તારમાં પીએમનો રોડ શો યોજાશે. વડાપ્રધાન મોદીના રોડ શોના કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. 1પ એપ્રિલ આસપાસથી ગુજરાતમાં વડાપ્રધાનની સભા અને રેલી યોજાશે.

ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્ય માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ ત્રણ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જે. પી. નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો સમાવેશ થાય છે. સંબંધિત રાજ્યોમાંથી ભાજપના ઘણા મોટા નેતાઓને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. રાજ્યોના સ્ટાર પ્રચારકોની યાદીમાં એવાં કેટલાંક નામ છે જેઓ વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા અથવા વર્તમાન લોકસભા ચૂંટણીમાં ટિકિટ પણ ન મળી નથી. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની ચૂંટણીને હવે રપ દિવસથી પણ ઓછો સમય બાકી છે. દેશમાં 19 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024