ઉત્તરાખંડ જનસભામાં વડાપ્રધાનનો વિકાસનો કોલ, ભ્રષ્ટાચાર સામે વધુ કડક પગલાં
રુદ્રપુર, તા.ર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તરાખંડના રુદ્રપુરમાં જનસભા સંબોધતા આગામી સમયમાં વીજ બિલ શૂન્ય કરવાથી માંડી ભ્રષ્ટાચારના મુદ્દે વાત કરી હતી. તેમણે ત્રીજી ટર્મમાં ર4 કલાક ફ્રી વીજળી સાથે વચન આપ્યું કે ઉત્તરાખંડને વિકસિત રાજ્ય બનાવવામાં કેન્દ્ર સરકાર કોઈ કચાશ બાકી નહીં રાખે.
તેમણે કહ્યંy કે મોદીની ગેરંટી એટલે પૂરી થવાની ગેરંટી છે. ઉત્તરાખંડનાં ઘરે ઘરે સુવિધા પહોંચાડી છે. લોકોનું સ્વાભિમાન વધાર્યું છે. હવે ત્રીજી ટર્મમાં એક મોટું કામ કરવા જઈ રહ્યો છું. ર4 કલાક વીજળી મળે અને વીજબિલ શૂન્ય હોય અને વીજળીથી કમાણી પણ થાય. તે માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે. વધુમાં તેમણે ભારતને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની ગેરંટી આપી કહ્યંy કે તેનાથી લોકોની આવક વધશે, રોજગારીની તકો વધશે. ગામ શહેરોમાં સુવિધા વધશે. જેનો મોટો ફાયદો ઉત્તરાખંડને મળશે. ભ્રષ્ટાચાર મુદ્દે કહ્યંy કે ત્રીજા કાર્યકાળમાં ભ્રષ્ટાચાર પર વધુ કઠોર પ્રહાર થશે. આવનારાં પાંચ વર્ષમાં દેશ હિતમાં મોટા નિર્ણય લેવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે છેલ્લાં 10 વર્ષમાં ઉત્તરાખંડનો જેટલો વિકાસ થયો છે તેટલો આઝાદી બાદ 60-6પ વર્ષમાં નથી થયો. ગરીબોને 8પ,000 ઘર બનાવીને આપ્યા છે. 1ર લાખ ઘરને પાણીનું કનેક્શન આપવામાં આવ્યું છે. 3 લાખને સ્વામિત્વ યોજનાનો લાભ મળ્યો. સાડા પાંચ લાખથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા. પ લાખથી વધુ મહિલાઓને ઉજ્જવલા કનેકશન આપવામાં આવ્યા. 3પ લાખ લોકોનાં બેન્ક ખાતા ખોલવામાં આવ્યાં. નાના ખેડૂતોનાં ખાતામાં કિસાન નિધિ આપી.