• મંગળવાર, 23 એપ્રિલ, 2024

ભ્રામક જાહેરાત : રામદેવની માફી સુપ્રીમે ફગાવી કોર્ટમાં હાજર થયા યોગગુરુ અને આચાર્ય બાલકૃષ્ણ : બન્નેને કાર્યવાહી

માટે તૈયાર રહેવા ટકોર : કેન્દ્ર - ઉત્તરાખંડ સરકારને 

ફટકાર, જવાબ માગ્યો : 10 એપ્રિલે વધુ સુનાવણી

નવી દિલ્હી, તા.ર : ભ્રામક જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવ્યા બાદ યોગગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ મંગળવારે કોર્ટમાં હાજર થયા હતા અને સુનાવણી દરમિયાન બિન શરતી માફી માગી હતી જે કોર્ટે ફગાવી કાર્યવાહી માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો હતો.

કોર્ટ તેમને કાર્યવાહી માટે તૈયાર રહેવા નિર્દેશ આપી કહ્યંy કે તમે માફી માગો છો અને પોતાનાં કૃત્યને યોગ્ય પણ ઠેરવો છો. તમારી માફીને અમે મંજૂર નથી કરતાં કારણ કે ર1 નવેમ્બરે કોર્ટના આદેશના બીજા દિવસે પણ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી હતી અને જાહેર ખબર પ્રસિદ્ધ થઈ રહી હતી. રામદેવના વકીલે કહ્યંy કે ભૂલ થઈ ગઈ અને માફી માગીએ છીએ, ભવિષ્યમાં આવું નહીં થાય. સુનાવણી દરમિયાન સુપ્રીમે કેન્દ્ર સરકારની પણ ઝાટકણી કાઢી હતી કે આશ્ચર્ય છે કે કેન્દ્ર સરકારે પોતાની આંખો કેમ બંધ રાખી? કોર્ટે કેન્દ્ર ઉપરાંત ઉત્તરાખંડ સરકાર પાસે પણ સોગંદનામું માગ્યું છે કે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી ? તે અંગે એક સપ્તાહમાં જવાબ આપે. વધુ સુનાવણી 10 એપ્રિલે થશે ત્યારે બંન્નેને ફરી હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ)ની અરજી પર સુનાવણી વખતે બાબા રામદેવ વકીલે કોર્ટને કહ્યંy કે અમે આવા જાહેરખબર માટે માફી માગીએ છીએ. તેમણે બચાવ કર્યો કે અમારા મીડિયા વિભાગને સુપ્રીમ કોર્ટના આદેશની જાણકારી ન હતી. એટલે આવી જાહેરખબર ચાલી ગઈ. જેના પર જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે કહ્યંy કે એ માનવું મુશ્કેલ છે કે તમને તેની જાણ ન હતી. જજે કહ્યંy કે યોગ પર તેમણે સારું કામ કર્યુ છે પરંતુ એલોપેથી દવાઓ અંગે આવા દાવા કરવા યોગ્ય નથી. યોગગુરુ બાબા રામદેવ પર કોરોના વિરોધી રસીકરણ અભિયાન અને આધુનિક દવાઓ વિરુદ્ધ ઝુંબેશ ચલાવવાનો આરોપ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક