• સોમવાર, 29 એપ્રિલ, 2024

ઈલેકટોરલ બોન્ડનો વિરોધ કરનારા લોકો પસ્તાશે: મોદી

ANIને ઈન્ટરવ્યુમાં પીએમએ કહ્યું, જે લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં ન આવ્યા તેઓ માટે રામ મંદિર રાજનીતિનો મુદ્દો છે

અનેક મોટા આયોજનો છે પણ મારા નિર્ણયોથી કોઈએ ડરવાની જરૂર નથી

 

નવી દિલ્હી, તા.1પ : લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એએનઆઈએ આપેલા ઈન્ટરવ્યુમાં સંખ્યાબંધ મુદ્દે પોતાનો દૃષ્ટિકોણ પેશ કર્યો હતો. જેમાં મોદીએ ભાર મૂકતા કહ્યું હતું કે, તેમની પાસે દેશ માટે અનેક મોટા આયોજન છે અને તેમનાં નિર્ણયો કોઈને પણ ડરાવવા માટેનાં નથી. આ સાથે જ ચૂંટણી બોન્ડનાં મુદ્દે બોલતા તેમણે કહ્યું હતું કે, આ મામલે વિપક્ષે દેશને ગેરમાર્ગે દોર્યો છે. તેમણે કોંગ્રેસ અને તેનાં સાથી વિપક્ષીદળો ઉપર આરોપ પણ લગાવ્યો હતો કે, વિપક્ષે રામ મંદિરનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.

પીએમએ આ દરમિયાન પોતાના 2047 સુધીના વિઝનથી લઈને ચૂંટણી બોન્ડ ઉપર થઈ રહેલી રાજનીતિ અને એલન મસ્કની મુલાકાત અંગે વાતચીત કરી છે. પીએમ મોદીએ ડીએમકે તરફથી સનાતન ધર્મ ઉપર ટિપ્પણીઓને લઈને કોંગ્રેસ ઉપર સવાલ કર્યો છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસની એવી શું મજબુરી છે જેના કારણે સનાતન ધર્મ વિરુદ્ધ ઝેર ઓકનારાઓની સાથે છે અને મૌન છે. ઈન્દીરા ગાંધી રૂદ્રાક્ષ પહેરીને ફરતા હતા કોંગ્રેસે તેની તો શરમ કરવી જોઈએ. આ ઉપરાંત ઈલેકટરોલ બોન્ડને લઈને કહું્ હતું કે, ચૂંટણીને કાળનાણાથી મુક્ત કરવા ઈલેકટોરલ બોન્ડ લાવવામાં આવ્યા હતા. જો કે તેને રદ કરીને ફરીથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મોદીએ કહ્યું હતું કે બોન્ડનો વિરોધ કરનારા લોકો આ મુદ્દે પસ્તાવો કરશે.

પીએમ મોદીએ કહ્યું હતું કે ઈડી અને અન્ય એજન્સીઓ સારુ કામ કરી રહી છે. કેન્દ્રીયએજન્સીઓએ જેના ઉપર કાર્યવાહી કરી છે તેમાંથી 97 ટકા લોકો રાજનીતિમાં નથી. મોદીએ કહ્યું હતું કે તેઓના નિર્ણયથી કોઈને ડરવાની જરૂર નથી. કોઈને ડરાવવા ધમકાવવા નિર્ણયો લેવામાં આવ્યા નથી પણ દેશના વિકાસ માટે ફેંસલા કરવામાં આવે છે. પીએમએ આ ઉપરાંત કહ્યું હતું કે ભારતમાં વિદેશી રોકાણ કરે પણ પરસેવો ભારતીયનો હોવો જોઈએ. ઉત્પાદનમાં ભારતની ધરતીની સુગંધ  હોવી જોઈએ અને દેશના લોકોને રોજગાર મળવો જોઈએ.

પીએમ મોદીએ એએનઆઈએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં પીએમ મોદી કહી રહ્યા છે કે ડીએમકે તો સમજી શકાય કે નફરતમાં જ તે પેદા થયો છે. જો કે કોંગ્રેસની શું મજબુરી છે તો ડીએમકેના સાથે છે. તેમણે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવા ઉપર અલગ અલગ દળોના નેતા ઉપર સવાલ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે તેમના માટે રામ મંદિર ક્યારેય રાજનીતિનો મુદ્દો નહોતું. જે લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં આવ્યા નથી તેઓ માટે આ રાજનીતિ છે. ઈલેકટોરલ બોન્ડ ઉપર પીએમ મોદીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બોન્ડના કારણે પૈસાની જાણ મળી રહી છે. કઈ કંપનીએ પૈસા આપ્યા, કેવી રીતે આપ્યા અને કયાં આપ્યા તેની જાણકારી મળે છે.

ભવિષ્યમાં ભારતમાં ટેસ્લા બનશે તેવા સવાલનો જવાબ આપતા પીએમએ કહ્યું હતું કે એલન મસ્ક મોદીના સમર્થક છે પણ મૂળ રૂપથી તેઓ ભારતના સમર્થક છે. 2047ના વિઝન અંગે પીએમએ કહ્યું હતું કે, આગામી સમયમાં વિકાસની ગતિ વધારવાની છે, સ્કેલ વધારવાનો છે. એક તરફ કોંગ્રેસનું મોડેલ છે. તો બીજી તરત ભાજપનું મોડેલ છે. કોંગ્રેસના 5 છ દશકનું કામ છે અને ભાજપનું માત્ર 10 વર્ષનું કામ સામે છે. એક સમયે ઈન્દિરા ઈઝ ઈન્ડિયા કહેવાતું અને હવે મોદી ઈઝ ભારત, ભારત ઈઝ મોદી કહેવાય છે તે  અંગે મોદીએ કહ્યું હતું કે તેઓને આનાથી અનુભવ થાય છે કે તેઓ મા ભારતીના પુત્ર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક