• મંગળવાર, 30 એપ્રિલ, 2024

‘ન્યાયતંત્ર ઉપર દબાણ, લોકોનો ભરોસો તોડવા પ્રયાસ’

21 પૂર્વ જજોએ CJIને લખેલો પત્ર : ન્યાયતંત્રને કમજોર કરવાની

કોશિશ સામે રાવ

 

નવીદિલ્હી, તા.1પ : દેશનાં 21 પૂર્વ જજોએ સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ (સીજેઆઈ) ડી.વાય. ચંદ્રચૂડને પત્ર લખીને ન્યાયતંત્ર ઉપર અનુચિત દબાણની ફરિયાદ ઉઠાવી છે. સીજેઆઈને પત્ર લખનાર 21 જજમાં 17 હાઈકોર્ટનાં અને 4 સુપ્રીમ કોર્ટનાં પૂર્વ જજનો સમાવેશ થાય છે.

આ પૂર્વ ન્યાયધીશોએ પત્રમાં લખ્યું છે કે, કેટલાક લોકો ખોટી જાણકારીઓ ફેલાવીને દબાણ કરીને ન્યાયતંત્રને કમજોર કરવાની કોશિશ કરી રહ્યાં છે. આ લોકો પોતાનાં રાજકીય ફાયદા માટે આવું કરી રહ્યાં છે. આનાં હિસાબે લોકોનો અદાલત ઉપરથી ભરોસો ઘટી રહ્યો છે.

સીજેઆઈ ચંદ્રચૂડને લખાયેલા આ પત્રમાં કહેવાયું છે કે, કેટલા જૂથો દ્વારા અમારા ઉપર અયોગ્ય બાદણ સાથે ખોટી સૂચના અને સાર્વજનિક અપમાનનાં માધ્યમથી ન્યાયપાલિકાને કમજોર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. અમારા સંજ્ઞાનમાં આવ્યું છે કે, આ સંકુચિત રાજકીય હિતો અને વ્યક્તિગત લાભથી પ્રેરિત તત્ત્વો આપણી ન્યાય પ્રણાલીમાં જનતાનાં વિશ્વાસને ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

આમાં આગળ કહેવાયું છે કે, અમે વિશેષ રૂપે ખોટી જાણકારીની રણનીતિ અને ન્યાયપાલિક વિરુદ્ધ જનતાની ભાવનાઓ વિશે ચિંતિત છીએ. આ ફક્ત અનૈતિક જ નહીં બલ્કે આપણા લોકતાંત્રિક મૂલ્યોનાં મૂળભૂત સિદ્ધાંતો માટે પણ હાનિકારક છે. સેવાનિવૃત્ત 21 જજોએ પત્રમાં આગળ કહ્યું છે કે, ન્યાયિક નિર્ણયોની ચુનંદા ઢબે પ્રશંસા કરવાની પ્રથા કોઈનાં વિચારો સાથે મેળ ખાય છે. સાથે એ લોકોની તીખી આલોચના પણ કરે છે જે ન્યાયિક સમા અને કાયદાનાં શાસનનાં સારને કમજોર નથી કરતાં. આ પત્ર લખનાર પૂર્વ ન્યાયધીશોમાં સુપ્રીમ કોર્ટનાં પૂર્વ જસ્ટિસ દીપક વર્મા, કૃષ્ણ મુરારી, દિનેશ માહેશ્વરી અને એમ.આર.શાહનો સમાવેશ થાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક