• સોમવાર, 27 મે, 2024

CAAથી ભારતીય સંવિધાનનું ઉલ્લંઘન : અમેરિકાનું દોઢ ડહાપણ

ભારત તરફથી મોઢું તોડી લેવામાં આવતું હોવા છતાં અમેરિકા ટીકા કરવાથી વાજ આવતું નથી

વોશિંગ્ટન, તા. 22 : અરવિંદ કેજરીવાલની ધરપકડથી લઈને માનવાધિકાર મુદ્દે ભારતને જ્ઞાન આપી રહેલું અમેરિકા વાજ આવી રહ્યું નથી. અમેરિકા સંસદના એક સ્વતંત્ર શોધ એકમ દ્વારા જારી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ચાલુ વર્ષે લાગુ કરવામાં આવેલા નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ)ની જોગવાઈથી ભારતીય સંવિધાનના અમુક અનુચ્છેદનું ઉલ્લંઘન થઈ શકે છે. ભારતના 1955ના નાગરિકતા અધિનિયમમાં સંશોધન કરીને ચાલુ વર્ષે માર્ચ મહિનામાં સીએએને લાગુ કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ ભારતે અમેરિકી નિવદનોને લઈને યોગ્ય  શબ્દોમાં જવાબ આપ્યો હતો.

સીઆરએસ (કોંગ્રેસનલ રિર્સચ સર્વિસ)ના ઈન ફોકસ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સીએએની પ્રમુખ જોગવાઈથી ભારતીય સંવિધાનના અનમુક અનુચ્છેદનું ઉલ્લંઘન થઈ શકે છે. સીએએ હેઠળ 31 ડિસેમ્બર 2024થી પહેલા ભારત આવેલા પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનના બિનમુસ્લિમ પ્રવાસીઓને નાગરિકતા મળશે. ભારત સરકાર અને સીએએના અન્ય સમર્થકોએ દાવો કર્યો છે કે સીએએનો હેતુ પૂરી રીતે માનવીય છે. ભારત સરકારે સીએએ સામે કરવામાં આવેલી આલોચનાઓને ખારિજ કરતા કહ્યું હતું કે કાયદાને વોટબેંકની રાજનીતિનું નામ આપવું જોઈએ નહી. કાયદો સંકેટમાં ફસાયેલા લોકોની મદદ માટે એક પ્રશંસનીય પહેલ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાયદાના વિરોધીઓએ ચેતવણી આપી છે કે પીએમ મોદી અને તેની હિંદૂ રાષ્ટ્રવાદી ભાજપ એક હિંદુ બહુસંખ્યકવાદી, મુસ્લિમ વિરોધી એજન્ડાને આગળ  વધારી રહી છે. જેનાથી ભારતને સત્તાવાર રીતે ધર્મનિરપેક્ષ દેશનો દરજ્જો આપતી છબી ખરડાઈ શકે છે. સાથે જ માનવાધિકાર માપદંડો અને જવાબદારીઓનું પણ ઉલ્લંઘન થાય છે. સીઆરએસના ત્રણ પેજના રિપોર્ટમાં આરોપ મુકવામાં આવ્યો છે કે ભારત સરકાર દ્વારા નિયોજીત એનઆરસી અને સીએએ કાયદાથી ભારતમાં અંદાજીત 20 કરોડ મુસ્લિમ અલ્પસંખ્યકોના અધિકારોને જોખમ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક