• સોમવાર, 06 મે, 2024

કોંગ્રેસરાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો : મોદી

- રામનવમી પર પ્રતિબંધ મૂક્યો : સત્ય કહ્યું તો કોંગ્રેસ-ઇન્ડિને મરચાં લાગ્યાં : ધાર્મિક અનામત વધારીને મુસ્લિમોને આપવા પ્રયાસ : રાજસ્થાન ચૂંટણી સભામાં વડાપ્રધાનના પ્રહાર

 

જયપુર, તા.ર3 : લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર વખતે વડાપ્રધાન મોદી કોંગ્રેસ પર ખૂબ વરસ્યા હતા. તેમણે કહ્યંy કે કોંગ્રેસ રાજમાં તો હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો ગણાય છે. કોંગ્રેસ જે રાજ્યમાં સત્તામાં હોય ત્યાં કોઈ હનુમાન ચાલીસા સાંભળે તો પણ હુમલો કરવામાં આવે છે. કર્ણાટકમાં તાજેતરમાં હનુમાન ચાલીસા સાંભળવા પર  એક દુકાનદાર પર હુમલાનો બનાવ બન્યો હતો જેને ટાંકી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા હતા.

રાજસ્થાન પ્રચાર માટે આવેલા વડાપ્રધાન મોદીએ કહ્યંy કે દેશ સમક્ષ મેં કેટલુંક સત્ય રજૂ કર્યું તો સમગ્ર કોંગ્રેસ અને ઇન્ડિ ગઠબંધનમાં ભાગદોડ મચી ગઈ. મેં સત્ય કહ્યું કે, કોંગ્રેસ તમારી સંપત્તિ આંચકીને તેના ખાસ લોકોને વહેંચવાનું કાવતરું રચી રહી છે. મેં જ્યારે તેમની આ રાજનીતિનો પર્દાફાશ કર્યો તો તેમને એટલાં મરચાં લાગ્યાં કે તે દરેક તરફ મોદીને ગાળો ભાંડવામાં લાગેલા છે. હું કોંગ્રેસથી જાણવા માગું છું કે આખરે તે સત્યથી આટલા ડરે કેમ છે ? તે પોતાની નીતિને આટલી છુપાવે છે કેમ ? જ્યારે તમે જ નીતિ બનાવી છે તો તેને સ્વીકારવામાં આટલા કેમ ડરો છો ? જો હિંમત હોય તો સ્વીકાર કરો, અમે તમારી સાથે મુકાબલો કરવા તૈયાર છીએ.

રાજસ્થાનના ટોંક-સવાઈ માધોપુરમાં જનસભા સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યંy કે દેશના વિકાસ માટે સ્થાયી સરકાર જરૂરી છે. લોકોમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જ્યારે પણ આપણા ભાગલા થયા છે, દુશ્મનને ફાયદો થયો છે. કોંગ્રેસનું રાજ હોત તો છાશવારે બોમ્બ ધડાકા થતા હોત, ઓઆરઓપી લાગુ ન થાત, કોંગ્રેસ રાજ્યમાં આસ્થાનું પાલન મુશ્કેલ છે. રાજસ્થાન જેવા રાજ્યમાં જ્યાં લોકો રામ-રામનો મંત્રોચ્ચાર કરે છે ત્યાં કોંગ્રેસે રામનવમી પર પ્રતિબંધ મૂક્યો હતો.

તેમણે વધુમાં કહ્યંy કે, કોંગ્રેસનાં કાવતરા વચ્ચે મોદી આજે તમોને ગેરંટી આપે છે કે દલિતો, પછાતો અને આદિવાસીઓનું અનામત ન તો ખતમ થશે ન તો ધર્મને આધારે તેમના ભાગલા પડવા દેવાશે. કોંગ્રેસે હંમેશાં એસટી, એસટીના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

નુપૂર શર્માની હત્યાનું કાવતરું રચનાર કટ્ટરપંથી મૌલવીની સુરતમાં ધરપકડ May 06, Mon, 2024