• સોમવાર, 27 મે, 2024

બટેટાના ભાવ લાલ અને ટમેટાંના ધોળા!

કમોસમી વરસાદથી બટેટાના ભાવ હજુ વધશે : ટમેટાની આવક વધતાં ભાવ 40 ટકા ઘટયા

નવી દિલ્હી, તા.14 : રસોડામાં ગૃહિણીઓની પ્રાથમિક જરૂરિયાત એવા બટેટાના ભાવમાં લાંબા સમય સુધી રાહત મળે તેવી કોઈ સંભાવના નથી. જાણકારો અનુસાર જ્યાં સુધી નવો પાક બજારમાં નહીં આવે ત્યાં સુધી બટેટાના ભાવ ઉંચા સ્તરે ટકેલા રહેશે. વેપારી સૂત્રો અનુસાર બટેટાના ભાવમાં હજુ પથી 10 ટકાનો વધારો તોળાઈ રહ્યો છે, કારણ કે કમોસમી વરસાદને કારણે બટેટાના પાકને નુકસાન થયુ છે. કોલ્ડ સ્ટોરેજમાં રહેલો માલ એ રીતે રિલીઝ કરવામાં આવી રહ્યો છે જેથી નવી સિઝન સુધી જરૂરિયાતને પહોંચી શકાય. દેશમાં બટેટાનું સૌથી વધુ ઉત્પાદન યુપીમાં થાય છે અને રાજ્ય સરકારે તેની સંગ્રહખોરી સામે અભિયાન ચલાવ્યું છે. એવી સંભાવના છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ બટેટાની અવરજવર પર તંત્ર તપાસનો દંડો ચલાવશે. બીજીતરફ દેશમાં ટમેટાની આવક વધતાં ભાવ સડસડાટ નીચા આવી ગયા છે. સૂત્રો અનુસાર ટમેટાંની આવક વધવા સાથે ભાવ 40 ટકા જેટલા ઘટયા છે અને જથ્થાબંધ બજારમાં કિલોનો ભાવ પથી 1પ છે.

ઇ-પેપરના નવા શુલ્ક