• સોમવાર, 27 મે, 2024

આવી આશા ન હતી, તમેય... ઈંખઅ ચીફને સુપ્રીમની ફટકાર

પતંજલિ મામલે ચુકાદો અનામત, ડો.અશોકનને ટિપ્પણીઓ બદલ ઠપકો

નવી દિલ્હી, તા.14 : ભ્રામક જાહેરખબર મામલે પતંજલિને કોર્ટમાં ઢસડી જનાર આઇએમએ (ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન)ને મંગળવારે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. કોર્ટે આઇએમએના પ્રેસિડેન્ટ ડો.આરવી અશોકનને એક ઇન્ટરવ્યૂમાં તેમણે કરેલી ટિપ્પણી બદલ ઠપકો આપ્યો હતો. સાથે પતંજલિ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કોર્ટે યોગ માટે બાબા રામદેવે સારું કામ કર્યાનું કહ્યંy પરંતુ આ મામલો કંઈક અલગ હોવાની ટિપ્પણી કરી હતી.

કોર્ટે કહ્યંy કે તે અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવી રાખવા મામલે પહેલા ક્રમે છે તેમ છતાં એવો સમય પણ આવે છે જ્યારે આત્મ સંયમ હોવું જોઈએ. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ.અમાનુલ્લાની ખંડપીઠે અશોકનને ફટકાર લગાવી કહ્યંy કે, અમે તમારી પાસે વધુ જવાબદારીની ભાવનાની આશા રાખતા હતા. તમે આ રીતે પ્રેસમાં કોર્ટ વિરુદ્ધ પોતાની ભાવનાઓ વ્યક્ત ન કરી શકો. અચાનક તમે આવું કેમ કર્યું ? અશોકને પોતાની ટિપ્પણીઓ બદલ કોર્ટની બિનશરતી માફી માગી તેમ છતાં કોર્ટે નારાજગીના સૂરમાં કહ્યંy કે, શું અમે આવાં નુકસાનકારક નિવેદનો બાદ તમારાં નિવેદનોનો સ્વીકાર કરવો જોઈએ? તેમે જ છો જેમણે એવું કહેતા કે તે તમોને બદલનામ કરે છે. બીજા પક્ષને કોર્ટમાં ઢસડયો હતો પરંતુ તમારા વ્યવહારની તપાસ થાય છે ? કોર્ટે આઇએમએ પ્રમુખના માફી માગતાં સોગંદનામાથી અસંતોષ વયક્ત કર્યો હતો. સોગંદનામું મોડું આવ્યું અને માફી પણ દિલથી માગવામાં આવી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક