• શનિવાર, 27 જુલાઈ, 2024

ચોમાસું પહોંચ્યું અંદામાન-નિકોબાર : કેરળ તરફ કૂચ

મુંબઈ, તા.ર6 : ભીષણ ગરમીથી ત્રાહિમામ સ્થિતિ વચ્ચે ગૂડ ન્યૂઝ આવ્યા છે. નૈઋઍત્ય ચોમાસું અંદામાન-નિકોબાર દ્વીપ સમૂહ સુધી પહોંચી ગયું છે. 31 મેના રોજ તે કેરળમાં ટકોરા મારે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ ચોમાસું સમયસર અંદમાન-નિકોબાર પહોંચ્યું છે. જૂનનાં પહેલાં સપ્તાહમાં તે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે. મે મહિનો પૂર્ણ થવામાં છે અને દેશનાં મોટાભાગનાં રાજ્ય પ્રચંડ ગરમી અને લૂનો સામનો કરી રહયાં છે. વિદર્ભ સહિત મહારાષ્ટ્રમાં સરેરાશ તાપમાન 4ર ડિગ્રી સે.આસપાસ રહ્યું છે. લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને છેલ્લી સ્થિતિએ ચોમાસાની આગેકૂચ અંદાજ મુજબ જ છે. પૂણે હવામાન વિભાગના પ્રમુખ કે એસ હોસાલિકરે ચોમાસું અંદમાન-નિકોબાર પહોંચ્યાની જાણ ટ્વિટનાં માધ્યમથી કરી હતી. આ વર્ષે ચોમાસું ત્રણ દિવસ વહેલું પહોંચ્યું છે.  અંદમાનમાં રિમઝીમ વરસાદ શરૂ થયો છે. હવે તે કેરળ તરફ કૂચ કરશે અને દસેક દિવસમાં તેનું આગમન થશે. સ્થિતિ અપેક્ષા મુજબ રહી તો 31મી સુધીમાં કેરળમાં ત્યાર બાદ તમિલનાડુ, પુડુચેરી, કરાકલમાં વરસાદ શરૂ થશે. સામાન્ય રીતે જૂનના મધ્યમાં ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશે છે. આ વખતે વહેલું આગમન સંભવ છે.

ચકલીએ પાછું વળાવ્યું વિમાન, દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી, તા.ર6 : સ્પાઇસ જેટના બી737 વિમાને દિલ્હીથી લેહ જવા ઉડાન ભરી હતી ત્યાં એક ચકલીની તેની સાથે ટક્કર થતાં વિમાનને પાછું વાળી ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. તમામ યાત્રીઓને નીચે ઉતારીને વિમાનના એન્જિનની ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી. દેશમાં મે માસ દરમિયાન વિમાનના ઇમરજન્સી લેન્ડિંગના બનાવ એકાએક વધી ગયા છે. સદ્નશીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024