• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

avshan nodh

બોટાદ:આસલપુર નિવાસી દામોદરદાસ વનમાળીદાસ દેવમુરારી (ઉં.80) તે ફરશુરામભાઈના મોટાભાઈ, વિનોદભાઈ તથા છબીલપ્રસાદ તથા સુખદેવભાઈના કાકા, વિષ્ણુપ્રસાદ તથા હિતેષભાઈ, લતાબેન સુરેશભાઈ (દડવા રાં.) તથા આશાબેન સતીષકુમાર (પીપરડી)ના પિતાનું તા.પના અવસાન થયુ છે. બેસણું તા.8ના સોમવારે આસલપુર મુકામે છે.

જૂનાગઢ: દક્ષાબેન જયેન્દ્રભાઈ ઓઝા, તે હરીશભાઈના ભાભી, વિપુલ, કલ્પિત, સ્વ.ધીરેન અને કલ્પના માતા તથા મીનાબેન, સ્મિતાબેન તથા જલ્પાબેનના સાસુનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તા.7ના સાંજે પથી પ.4પ નોબલ પ્લેટિનિયમ હોલ, રાયજીનગર પાછળ,

જૂનાગઢ છે.

ધોરાજી: દશા સોરઠિયા વણીક જામનગર નિવાસી હાલ ધોરાજી સ્વ.ચંદ્રકાંત મોતીચંદ ધ્રુવના દીકરા વિરેન્દ્રભાઈના દીકરા નિમિત વિરેન્દ્ર ધ્રુવ (ઉં.પ1) તે માધવીબેનના પતિ, તિલક તથા ભવ્યના પિતા, પૂર્વી નિલેષ વખારીયાના મોટાભાઈ, નીતા કિરીટ ધ્રુવ, ગીતા દિલીપ (બકુલ) ધ્રુવ, કિરણ હરેશ ધ્રુવના ભત્રીજા, હર્ષદભાઈ કાંતિલાલ રૂપાણીના જમાઈનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.6ના બપોરે 3.30થી પ.30 ગાંધીવાડી, રપ, સ્ટશેન પ્લોટ, ધોરાજી છે.

જામનગર: વડનગરા નાગર બ્રાહ્મણ હિમાંશુભાઈ દીલસુખભાઈ શુકલ (ઉં.78) (િનવૃત્ત જે.એમ.સી. કર્મચારી) તે સ્વ.હેમાંગીબીબેનના પતિ, પ્રાર્થન, ઉર્વીબેન રાવલના પિતા, હેમંતી શુકલ, પ્રતિકભાઈ રાવલના સસરા, સ્વ.જીતેન્દ્રભાઈ, પીયૂષભાઈ, સ્વ.પરેશભાઈ, સ્નેહલભાઈના ભાઈ, નિસર્ગના દાદા, પ્રારંભી, સુરભિના નાનાનું તા.3ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.7ના રવિવારે સાંજે પ.30થી 6 ભાઈઓ, બહેનોની વડનગરા બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ડો.ભગદેવાળી ગલી, રામ મંદિર સામે, ભાનુશાળી વાડ, હવાઈચોક, જામનગર છે.

જામનગર: ઔ.સ. ઝાલાવાડી બ્રાહ્મણ હંસાબેન પ્રવિણચંદ્ર મહેતા (ઉં.81) તે પ્રવિણચંદ્ર અંબારામ મહેતાના પત્ની, શશીકાંતભાઈ અંબારામ મહેતાના ભાભી, જયેશભાઈ, વિષ્ણુભાઈ, સંજયભાઈ (લંડન), મહેશભાઈ (રાજકોટ), મેહુલભાઈ (રાજકોટ)ના માતા, સ્વ.ડો.ભરતભાઈ મહેતા (ગોંડલ)ના કાકી, મનીષભાઈ મહેતાના ભાભુ, સ્વ.પ્રતાપરાય મૂળશંકર રાવલ (રાજકોટ)ના બેનનું તા.રના અવસાન થયુ છે. બેસણુ, ઉઠમણું તા.6ના શનિવારે સાંજે પથી 6 દરમિયાન લક્ષ્મીનારાયણ મંદિરવાડી, ગુલાબનગર, જામનગરમાં છે.

રાજકોટ: રાજકોટ નિવાસી હાલ મુંબઈ (ઘાટકોપર) સ્વ.જશવંતીબેન અમીચંદભાઈ પારેખના પુત્ર સતિશભાઈ (ઉં.6પ) તે મધુબેનના પતિ, કરણના પિતા, ડોલીબેનના સસરા, દેવના દાદા તથા કુમુદબેન, અતુલભાઈ, ભાવનાબેન, સ્વ.સંગીતાબેન, રૂપલબેનના ભાઈ, સ્વ.રસિકલાલ દેવચંદ રૂપાણીના જમાઈનું તા.પના અવસાન થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક