લોકસભામાં ખરડો પસાર: વધારાના ટેક્સથી થયેલી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષામાં થશે
નવી
દિલ્હી, તા. 5 : સંસદના શિયાળુ સત્રમાં લોકસભાથી હેલ્થ સિક્યોરિટી નેશનલ સિક્યોરિટી
સેસ બિલ પાસ થયું હતું. આ વિધેયક કાયદો બન્યા બાદ સિગારેટ-પાન મસાલા જેવા ઉત્પાદન ઉપર
સરકાર એકસ્ટ્રા ટેક્સ લાદશે. સરકારનું કહેવું છે કે આ વધેલા ટેક્સથી આવતા બજેટનો ઉપયોગ
રાષ્ટ્રીય સુરક્ષા માટે કરવામાં આવશે. આ જાણકારી શુક્રવારે લોકસભામાં નાણા મંત્રી નિર્મલા
સીતારમણે આપી હતી.
બિલ
પસાર થયા બાદ પાન મસાલા જેવી વસ્તુઓ મોંઘી થઈ જશે. આ બિલ ઉપર સંસદમાં લાંબી ચર્ચા ચાલી
હતી. બે દિવસની ચર્ચા બાદ બિલ લોકસભામાંથી પસાર થયું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે
કહ્યું હતું કે કારગિલ યુદ્ધ તૈયારીની કમીના કારણે થયું હતું. આર્મી જનરલોએ કહ્યું
હતું કે 1990ના દશકની શરૂઆતથી જ બજેટની કમીના કારણે સેના પાસે માત્ર 70-80 ટકા ઓથોરાઈઝડ
હથિયાર, દારૂ ગોળો અને ઉપકરણો હતા. તેઓ નથી ઈચ્છતા કે ભારતમાં આવી સ્થિતિ ફરી બને.
સીતારમણે
કહ્યું હતું કે બિલ સાર્વજનિક સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવાનો રસ્તો ખોલે છે. મંત્રાલયનું
ધ્યાન લોકોના સ્વાસ્થ્ય સંબંધિત જોખમને ઓછું કરવાનું છે. આ સેસ રાષ્ટ્રીય સુરક્ષાના
ક્ષેત્રમાં પણ મદદ કરશે. સેસ પુરી રીતે સંસદના અધિકારમાં આવે છે. દર નક્કી કરવાથી લઈને
દરેક પ્રક્રિયા સંસદથી મંજૂરીથી થશે. પાન મસાલા ઉપર વધારે ટેક્સની ચર્ચા દરમિયાન કહેવામાં
આવ્યું હતું કે રાજસ્વ એકત્રિત કરવું જરૂરી છે, જેથી દેશની સુરક્ષા અને લોકોનું સ્વાસ્થ્ય
મજબૂત રહી શકે.