બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેંચે સુપ્રીમના ચુકાદાનો હવાલો આપી કહ્યું, કોઈ ધર્મ નથી કહેતો કે પ્રાર્થના લાઉડ સ્પીકરથી કરવી
મુંબઈ, તા. 5 : મસ્જિદમાં લાઉડ
સ્પીકરના ઉપયોગની અનુમતિ આપવાનો બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેંચ દ્વારા ઈનકાર કરી દેવામાં
આવ્યો છે. કોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે કોઈપણ ધર્મ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને
ધર્મનું પાલન કરવા કહી શકે નહીં. તેવામાં લાઉડ સ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકારના રૂપમાં
માગી શકાય નહીં. ન્યાયમૂર્તિ અનિલ પંસાર અને રાજ વકોડેની પીઠે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો
હવાલો આપતા કહ્યું હતું કે કોઈપણ ધર્મ નથી કહેતો કે પ્રાર્થના લાઉડ સ્પીકર કે ઢોલ નગારા
મારફતે જ કરવામાં આવે. ત્યારબાદ કોર્ટે અરજી ખારિજ કરતા કહ્યું હતું કે અરજકર્તા સાબિત
કરવામાં અસમર્થ રહ્યા છે કે લાઉડ સ્પીકર ધાર્મિક અભ્યાસ માટે અનિવાર્ય છે. આ માટે અરજકર્તા
લાઉડ સ્પીકરનો અધિકાર માગી શકે નહીં.
હકીકતમાં મહારાષ્ટ્રના ગોંદિયા
જિલ્લામાં આવેલી ગોસિયા મસ્જિદમાં નમાજ માટે લાઉડ સ્પીકરની મંજૂરીની માગ કરતી અરજી
દાખલ કરવામાં આવી હતી.
આ અરજીને કોર્ટે પહેલી ડિસેમ્બરના
આદેશમાં ખારિજ કરી દીધી હતી અને કહ્યું હતું કે કોઈ ધર્મ બીજાની શાંતિ ભંગ કરવાનું
કહેતો નથી અને પ્રાર્થના અવાજ કરતા ઉપકરણોથી જ થાય છે તેવું પણ કહેતો નથી. સુપ્રીમ
કોર્ટના ચુકાદાનો હવાલો આપતા કહેવામાં આવ્યું હતું કે અન્ય નાગરીકોને પણ શાંત વાતાવરણમાં
રહેવાનો અધિકાર છે.