• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

‘જસ્ટીસ ઇન્ડિયા’ રેન્કિંગમાં ગુજરાત સીધું 11મા સ્થાને

વર્ષ 2022માં ગુજરાત ચોથા સ્થાને હતું : કોંગ્રેસે ન્યાય વ્યવસ્થાની પોલ ખોલી

અમદાવાદ, તા. 8 : પોલીસ, ન્યાયપાલિકા, જેલ વ્યવસ્થા અને કાનૂની સહાય આ ચાર આધારસ્તંભ પર આધારિત આ અહેવાલ કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકૃત આંકડાઓ પરથી તૈયાર ‘જસ્ટીસ ઇન્ડિયા’ અહેવાલમાં ધરાશાયી ન્યાય વ્યવસ્થાની પોલ કોંગ્રેસે ખોલી છે.

વર્ષ 2022માં ગુજરાત ચોથા સ્થાને હતું જે વર્ષ 2025માં ભાજપ શાસિત ગુજરાત સીધું 11મા સ્થાને પહોંચી ગયું છે. આ માત્ર રેન્કિંગનો ઘટાડો નહીં, પરંતુ શાસનની નિષ્ફળતાનો પુરાવો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.િહરેન બેન્કરે જણાવ્યું હતું કે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ દેશની ન્યાય વ્યવસ્થાનું તટસ્થ અને તથ્ય આધારિત મૂલ્યાંકન રજૂ કરે છે. આ અહેવાલમાં જુદા જુદા 102 જેટલા સૂચકોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમ ગુજરાત પ્રથમ દસ રાજ્યોમાંય સ્થાન મેળવતું નથી.

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ગુજરાત માટે આ અહેવાલ ચેતવણીની ઘંટડી સમાન  છે. આ અહેવાલ “સુશાસન”ના દાવાઓને સંપૂર્ણપણે ખોટા સાબિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ન્યાય કોઈ વિશેષાધિકાર નહીં તે દરેક નાગરિકનો અધિકાર છે ત્યારે ન્યાયપાલિકાનાં રેન્કિંગમાં ગુજરાત 14માં ક્રમાંકે છે. ગરીબ માટે “ન્યાય પહેલાં સજા”ની સ્થિતિ સર્જાઈ છે. અહેવાલ દર્શાવે છે કે કાનૂની સહાય માટે જે બજેટ ફાળવાય છે, પરંતુ તેનો પૂરતો ઉપયોગ થતો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં કાનૂની ક્લિનિક અને પેરાલિગલ વોલન્ટિયરો ઘટી રહ્યા છે. પરિણામે ગરીબ નાગરિકો માટે ન્યાયના દરવાજા બંધ કરી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક