• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ખીજડિયા પક્ષી અભયારણ્ય : 1000 પક્ષીવિદે્ 300થી વધુ પ્રજાતિના 2 લાખ પક્ષી નોંધ્યાં પક્ષી ગણતરી માટે પરંપરાગત મેન્યુઅલ પદ્ધતિ સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

જામનગર, તા.8 : જામનગર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભયારણ્યમાં 6 અને 7 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય પક્ષી ગણતરીની વિશેષ કામગીરી પૂર્ણ થઈ છે. વન વિભાગનાં માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી હાથ ધરાયેલી આ ગણતરીમાં 1000થી વધુ પક્ષીવિદે્ ભાગ લીધો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, અભયારણ્યમાં 300થી વધુ પ્રજાતિના બે લાખથી વધુ પક્ષી નોંધાયાં છે.

વન વિભાગનાં માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી હાથ ધરાયેલી આ કામગીરી દ્વારા અભયારણ્યમાં આવેલા પક્ષીઓની સંખ્યા, તેમની જાતિઓ, વસવાટની સ્થિતિ તથા પર્યાવરણ પર પડતી અસર અંગે મહત્ત્વપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ પક્ષી ગણતરી ભવિષ્યમાં પક્ષી સંરક્ષણ અને સંવર્ધન માટેની નીતિઓ ઘડવામાં ઉપયોગી સાબિત થશે. ખીજડીયા પક્ષી અભયારણ્યને પક્ષીઓ માટેનું સ્વર્ગ ગણવામાં આવે છે. અહીં શિયાળાની ઋતુ દરમિયાન દેશ-િવદેશથી મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ મહેમાન બની આવે છે. હાલ સુધી ખીજડિયામાં 300થી પણ વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાઈ ચૂક્યાં છે, જેમાંથી કેટલાક પક્ષીઓએ અહીં કાયમી વસવાટ પણ શરૂ કર્યો છે. ખીજડિયાનું કુદરતી વાતાવરણ, જળાશયો અને હરિયાળું પરિસર પક્ષીઓ માટે અનુકૂળ હોવાથી અહીં ખૂબ નજીકથી વિવિધ જાતિનાં પક્ષીઓ નિહાળવાની ઉત્તમ તક મળે છે. વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પક્ષીપ્રેમીઓ અને પ્રવાસીઓ આ અભયારણ્યની મુલાકાત લેતા હોય છે. બે દિવસીય પક્ષી ગણતરી દરમિયાન સમગ્ર અભયારણ્યને વિવિધ ઝોન અને સેક્ટરમાં વહેંચવામાં આવ્યું છે. કુલ 12 ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દરેક ટીમમાં 8 જેટલા સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટીમોમાં વન વિભાગના કર્મચારીઓ સાથે પક્ષીવિદ્,ો નિષ્ણાતો અને પ્રશિક્ષિત સ્વયંસેવકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી ગણતરી ચોક્કસ અને વિશ્વસનીય બની હતી. પક્ષી ગણતરી માટે પરંપરાગત મેન્યુઅલ પદ્ધતિ સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇ-બર્ડ એપ્લિકેશન મારફતે ડિજીટલ રીતે ડેટા નોંધવામાં આવે છે. ઉપરાંત, લેન કેમેરા, સ્કોપ, દૂરબીન, સ્કેનકાર્ડ તથા લેટેસ્ટ ફોટોગ્રાફ સાથેની બુક-ફોર્મ પદ્ધતિનો ઉપયોગ કરીને પક્ષીઓની ઓળખ અને વિગતવાર નોંધણી કરવામાં આવે છે. વિશેષ કામગીરીમાં પક્ષીવિદ્,ો વિષય નિષ્ણાતો, પક્ષીપ્રેમીઓ તથા પ્રકૃતિમિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક