નવી દિલ્હી, તા.8 : ભારત અને પાકિસ્તાન વચ્ચે તા. 1પ ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનાર ટી-20 વિશ્વ કપના મહા મુકાબલાને લઈને ચાલી રહેલ વિવાદ જલ્દીથી ખતમ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર આઇસીસી અને પીસીબી સમાધાનકારી નિર્ણયની એકદમ નજીક છે. એવી પૂરી સંભાવના છે કે પાકિસ્તાન ટીમ ભારત સામેના મેચનો બહિષ્કાર પાછો ખેંચી લેશે. આઇસીસીના બે પ્રતિનિધિ ઇમરાન ખ્વાઝા અને મુબાશિર ઉસ્માનિ રવિવારે લાહોર પહોંચ્યા હતા અને પીસીબીના પદાધિકારીઓ સાથે આ મામલે ચર્ચા કરી હતી. જો કે આઇસીસી અને પીસીબીની આ બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવ્યો છે તે વિશે હજુ સુધી કોઈ અપડેટ બહાર આવી નથી.
અત્રે
એ ઉલ્લેખનીય રહેશે કે પાક. સરકારે બાંગલાદેશના સમર્થનમાં ભારત સામેના 1પ ફેબ્રુઆરીએ
રમાનાર ગ્રુપ સ્ટેજના મેચનો બહિષ્કાર જાહેર કર્યો છે. આ મેચ વર્લ્ડ કપનો હાઇ વોલ્ટેજ
મેચ હોવાથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડને ઘણું નુકસાન થઈ શકે છે. આઇસીસીએ પણ પાક. ટીમ પર
આકારાં પગલાં લેવાની ચીમકી આપી છે. આથી પીસીબી નરમ પડી ગયું છે.