ઇંગ્લેન્ડ: 7/184
નેપાળ:
6/180
નવી
મુંબઇ તા.8: ટી-20 વર્લ્ડ કપ-2026નો પહેલો અપસેટ સહેજમાં રહી ગયો હતો. દિગ્ગજ ટીમ ઇંગ્લેન્ડને
બિન અનુભવી ટીમ નેપાળ સામે વિજય હાંસલ કરવામાં પગે પાણી આવી ગયા હતા. અંતિમ ઓવરમાં
નેપાળને જીત માટે 10 રનની જરૂર હતી, પણ સેમ કરને શાનદાર બોલિંગ કરીને ઇંગ્લેન્ડને હારમાંથી
બચાવી લીધું હતું. નેપાળ ટીમ અંતિમ ઓવરમાં પ રન જ કરી શકી હતી. આથી તેનો 4 રને સાંકડો
પરાજય થયો હતો. ઇંગ્લેન્ડ ટીમે જીત મેળવી હતી, પણ નેપાળ ટીમે દિલ જીતી લીધા હતા. ઇંગ્લેન્ડના
7 વિકેટે 184 રનના જવાબમાં છેલ્લા દડા સુધીની રસાકસી પછી નેપાળ ટીમ 20 ઓવરમાં 6 વિકેટે
180 રને અટકી હતી. અંતિમ ઓવરના છેલ્લા બે દડામાં પાવર હિટિંગ કરી રહેલ લોકેશ બમ એક
છક્કો ફટકારી શકયો ન હતો, આથી ઉલટફેરથી બચી ઇંગ્લેન્ડ ટીમને 4 રને જીત નસીબ થઇ હતી.
ડેથ ઓવર્સમાં ધૂંઆધાર અણનમ 32 અને અને 1 વિકેટ લેનાર વિલ જેકસ પ્લેયર ઓફ ધ મેચ જાહેર
થયો હતો.
લોકેશ
બમ 20 દડામાં 4 ચોક્કા-2 છક્કાથી 39 રને નોટઆઉટ રહ્યો હતો. આ પહેલા કપ્તાન રોહિત પોડેલના
34 દડામાં 2 ચોક્કા અને 2 છક્કાથી 39 અને દીપેન્દ્રસિંહ એરીના 29 દડામાં 6 ચોક્કા-1
છક્કાથી 44 રન થયા હતા. આ બન્ને વચ્ચેની ત્રીજી વિકેટની પ4 દડામાં 82 રનની ઝડપી ભાગીદારીથી
મેચ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગયો હતો. જો કે આખરી ઓવરમાં નેપાળ ટીમ 10 રન કરી શકી
ન હતી અને 6 વિકેટે 180 રન કરી 4 રને હારી હતી. ઇંગ્લેન્ડ તરફથી લિયામ ડોસને 2 વિકેટ
લીધી હતી. સેમ કરન, લ્યૂક વૂડ, જોફ્રા આર્ચર અને વિલ જેકસને 1-1 વિકેટ મળી હતી.
આ
પહેલા ટોસ જીતી બેટિંગ કરનાર ઇંગ્લેન્ડના 20 ઓવરમાં 7 વિકેટે 184 રન થયા હતા. જેમાં
જેકબ બેથેલના 3પ દડામાં 4 ચોક્કા-4 છક્કાથી પપ, કપ્તાન હેરી બ્રુકના 32 દડામાં 4 ચોક્કા-3
છક્કાથી પ3 રન અને વિલ જેકસના 18 દડામાં 1 ચોક્કા-4 છક્કાથી 39 રન મુખ્ય હતા. બટલર
26 રને આઉટ થયો હતો. નેપાળ તરફથી દીપેન્દ્ર અને નંદન યાદવે 2-2 વિકેટ લીધી હતી.