• શનિવાર, 27 જુલાઈ, 2024

પાલિતાણામાં તબીબ પાસે 2 કરોડની ખંડણી માગનાર ત્રણ ઝડપાયા

ભાવનગરનો શખસ ફરાર

પાલિતાણા, તા.16 : પાલિતાણામાં હોસ્પિટલ ધરાવતા તબીબનો વીડિયો ઉતારી બ્લેકમેઈલિંગ કરી રૂ.ર કરોડની માગણી કરી ધમકાવ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે નસીમબેન બેલીમ, ભાવેશ મકવાણા અને રાજુ જમોડ, સાગર ભાલિયા સહિતના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

દરમિયાન પોલીસે બાતમીના આધારે પાલિતાણામાં હાથિયાધારમાં રહેતી નમીનાબેન હનીફ હુશેન બેલીમ, મૂળ ગીરગઢડાના હરમડિયા ગામનો અને હાલમાં સુરત વરાછામાં મોતીનગર સોસાયટીમાં રહેતા અને પત્રકાર તરીકે ઓળખાવતા ભાવેશ રામ મકવાણા, ગીરગઢડા ગામે  રહેતા સાગર બાબુ ભાલિયાને ઝડપી લીધા હતા.

પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછતાછમાં તબીબની હોસ્પિટલમાં સાફસફાઈનું કામ કરતી નમીનાબેન બેલીમે નોકરી દરમિયાન તબીબનો વીડિયો ઉતાર્યો હતો અને બાદમાં વીડિયો ક્લિપ ભાવેશ અને રાજુ જમોડને આપી હતી અને કાવત્રુ ઘડયું હતું અને બાદમાં તબીબ પાસે રૂ.ર કરોડની ખંડણીની માગણી કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે ભાવનગરના રાજુ જમોડ સહિતના શખસની શોધખોળ શરૂ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક