• મંગળવાર, 25 જૂન, 2024

ભાજપ સંગઠનમાં ફેરફાર: રાજકોટ કચ્છ અને મોરબીના પ્રમુખ બદલાયા

અમદાવાદ, તા.25: ગુજરાત ભાજપે લોકસભા 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગત રોજ સંગઠન મંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના 8 મહાનગરના પદાધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. બેઠકના બીજા દિવસે સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જે અનુસાર, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, કચ્છ અને મોરબી જિલ્લાના નવા પ્રમુખ નિમાયા છે.

ભાજપે આજે 4 શહેરના પ્રમુખની બદલીને નવા પ્રમુખની નિમણૂક કરી છે. જેમાં રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશ ધોલરિયા તેમજ શહેર પ્રમુખ તરીકે કમલેશ મિરાણીની જગ્યાએ મુકેશ દોશીને નિમણૂક કર્યા છે. ઉપરાંત કચ્છમાં દેવજીભાઈ વરચંદ અને મોરબીમાં રણછોડભાઈ દલવાડીની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા નવનિયુક્ત થયેલા કચ્છ, રાજકોટ, મોરબી જિલ્લા અને રાજકોટ શહેરના પ્રમુખોને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી છે. 

લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના સંગઠનમાં ફેરફાર કરાયો છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદેથી એક સમયના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખાસ ગણાતા કમલેશ મિરાણીને હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને નવા પ્રમુખ તરીકે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મુકેશ દોશીની જાહેરાત કરવામાં આવી છે જ્યારે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાની નિમણૂક કરાઈ છે. ઢોલરીયા મનસુખ ખાચરિયાનાં સ્થાને આવ્યા છે. ઉપરાંત કચ્છમાં દેવજીભાઈ વરચંદ અને મોરબીમાં રણછોડભાઈ દલવાડીની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા નવનિયુક્ત થયેલ કચ્છ, રાજકોટ, મોરબી જિલ્લા અને રાજકોટ શહેરના પ્રમુખોને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક