• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

પોરબંદર ગોઢાણિયા કોલેજની યુવતી બની એરફોર્સમાં જોડાનાર પ્રથમ અગ્નિવીર ગર્લ

ભારતભરમાં 153મું સ્થાન પ્રાપ્ત કર્યુ : એરફોર્સની તાલીમ લેવા માટે તંબરમ જશે 

પોરબંદર, તા.27 : પોરબંદરની ગોઢાણીયા કોલેજની યુવતી એરફોર્સમાં જોડાનાર પ્રથમ અગ્નિવીર ગર્લ બનતા બિરદાવવામાં આવી છે. ભારતભરમાં 153મું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને હવે એરફોર્સની તાલીમ લેવા માટે તંબરમ જશે.

પોરબંદરની ડો.વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી એસ.વાય. બી.કોમ.ની વિદ્યાર્થિની  મહેશ્વરીબા ભગીરથાસિંહ જેઠવાએ ભારત સરકારની નવી ભરતી યોજના અંતર્ગત અગ્નીવિર એરફોર્સ વિભાગની પ્રથમ લેખિત પરીક્ષા પાસ કરી ત્યાર બાદ કોલેજના સ્પોર્ટ્સ કોચ શાંતિબેન ભૂતિયા પાસે દોડની તાલીમ લીધી હતી. 1600 મીટર દોડની પરીક્ષા સાડા સાત મિનિટમાં પૂર્ણ કરી પાસ થયા અને મેડિકલ પરીક્ષામાં પણ પાસ થયા છે. ઓલ ઇન્ડિયામાં 153માં રેન્કિગ સાથે પાસ થયા છે. એરફોર્સમાં જોડાનાર પ્રથમ અગ્નીવિર ગર્લ બની હવે એરફોર્સની તાલીમ લેવા માટે એરફોર્સ સ્ટેશન તંબરમ ખાતે જશે.

Budget 2024 LIVE