• મંગળવાર, 23 એપ્રિલ, 2024

સૌરાષ્ટ્રનાં 12 રેલવે સ્ટેશનોને અપાશે નવા રંગરૂપ

-વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે 26મીએ 40,000 કરોડનાં પ્રોજેક્ટનાં થનારા શિલાન્યાસમાં સમાવેશ

-રાજકોટ, દ્વારકા, ઓખા, ભાટીયા, ખંભાળીયા, કાનાલુસ, જામનગર, મોરબી, થાન, પડધરી, હાપા અને વાંકાનેર રેલ્વે સ્ટેશનો બનશે અત્યાધુનિક

 

રાજકોટ, દ્વારકા,તા. 22 : દેશભરમાં 551 રેલવે સ્ટેશનોના પુન: વિકાસ અને 1500 રોડ ઓવરબ્રીજ-અન્ડરબ્રીજનું શિલાન્યાસ અને લોકાર્પણ આગામી તા.ર6મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડીયો કોન્ફરન્સીંગથી કરીને 40,000 કરોડનો પ્રોજેકટ દેશને સમર્પિત કરશે. જેમાં રાજકોટ રેલવે ડિવિઝનના 12 રેલવે સ્ટેશનોના પુન: વિકાસનો શિલાન્યાસ પણ કરવામાં આવનાર છે. આ સાથે રાજકોટ ડિવિઝનમાં 11 રોડ ઓવરબ્રીજ-અન્ડરપાસનું શિલાન્યાસ અને 9 રોડ અન્ડરપાસનું લોકાર્પણ વડાપ્રધાન હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવનાર છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ ડિવિઝનના 12 રેલવે સ્ટેશનોનો પુન: વિકાસ કરવામાં આવનાર છે. જેમાં રાજકોટ, દ્વારકા, ઓખા, ભાટીયા, ખંભાળીયા, કાનાલુસ, જામનગર, મોરબી, થાન, પડધરી, હાપા અને વાંકાનેર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તમામ રેલવે સ્ટેશનોના પુન: વિકાસ કરવા માટે રૂપિયા 181.42 કરોડ ખર્ચવામાં આવશે. આ સાથે ટ્રાફીકની સમસ્યાના નિરાકરણ માટે રાજ્કોટ ડીવીઝનમાં ખંઢેરી, ખંભાળીયા, ઓખામઢી, પીપળી, હાપા, જામવણથલી, સિંધાવદર, વાણી રોડ, મોડપુર, ચણોલ, હડમીયા, લીલાપુર, જગડવા અને લાખામાંચીમાં 11 રોડ ઓવરબ્રીજ અને અન્ડરપાસનો શિલાન્યાસ તેમજ 9 રોડ અન્ડરપાસનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાનનાં હસ્તે કરવામાં આવશે. આ તમામ ઓવરબ્રીજ અને અન્ડરબ્રીજના નિર્માણમાં કુલ 175.2પ કરોડ ખર્ચ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે મોડયુલર કોન્સેપ્ટ પર ભારતમાં વિશ્વકક્ષાના રેલવે સ્ટેશનોના નિર્માણનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે અંતર્ગત રેલવે સ્ટેશનોમાં વર્લ્ડ કલાસ બિલ્ડીંગ, બાકિંગ અને પાર્સલ ઓફીસ, લીફટ, એસ્કેલેટર, કોન્સર્સ, એરકન્ડીશન્ડ વેઈટીંગ રૂમ, અનુકૂળ પાર્કિંગ, આધુનિક કોચ ડીસ્પ્લે બોર્ડ, એનાઉન્સમેન્ટ સીસ્ટમ, વાઈફાઈ, આધુનિક સીસીટીવી સીસ્ટમ, પૂસ્તી લાઈટીંગ વગેરે જેવી સુવિધાઓ હશે. બીજી તરફ રોડ ઓવરબ્રીજ અને અન્ડરપાસના નિર્માણથી લોકોને રેલવે ટ્રેક ક્રોસ કરવામાં સગવડતા રહશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક