• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ગોંડલ નેશનલ હાઇ વે પર ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂની 4188 બોટલ ઝડપી

12,56,400નો જથ્થો પકડી બે શખસની ધરપકડ

ગોંડલ, તા.31: ગોંડલ તાલુકા પોલીસે વહેલી સવારે નેશનલ હાઇ વે સેમળાનાં પાટીયા સામે આવેલી અવધ ઇન્ડસ્ટ્રીઝના ગેઇટ પાસે પાર્ક કરેલા ટ્રકમાંથી રૂા.12,56,400ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે રૂા.22,66,400/-નો મુદ્દામાલ ઝડપી લઈ ટ્રક ડ્રાઇવર સહિત બે શખસની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પીએસઆઇ જે. એમ. ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વાળા, રવિરાજસિંહ વાળા, રણજીતભાઈ ધાધલને મળેલ સંયુક્ત બાતમીના આધારે અવધ ઇન્ડસ્ટ્રીઝના ગેઇટ પાસે ટ્રકની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલો નંગ-4188 કિં.રૂા.12,56,400 મળી આવતા ધર્મેશ ઉર્ફે ધમો મનસુખભાઈ મકવાણા (ઉં.33, ધંધો-ડ્રાઇવિંગ)(રહે.માર્કેટિંગ યાર્ડ પાછળ, શિવશક્તિ સોસાયટી, બ્લોક નં.7) તેમજ સાદીક ઉર્ફે સાવજ જાનીભાઈ દલ (ઉં.29, ધંધો - ડ્રાઇવિંગ)(રહે.વોરાકોટડા રોડ, સરકારી આવાસ)ની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક