• શનિવાર, 27 જુલાઈ, 2024

જૂનાગઢમાં આજે ભાજપ સંગઠન સાથે મુ.મંત્રીની મહત્ત્વની બેઠક

આગેવાનો, કાર્યકરોને આંતરિક મતભેદ ભૂલી પક્ષના ઉમેદવારને વિજેતા બનાવવાની શીખ આપશે

જૂનાગઢ, તા.ર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. સંગઠનની બેઠકમાં આગેવાનો, કાર્યકરોને આંતરિક મતભેદ ભૂલી પક્ષના ઉમેદવારને વિજેતા બનાવવાની શીખ આપશે. આમ ડેમેજ કંટ્રોલની કવાયત હોવાનું મનાય છે.

તાજેતરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ શહેર ભાજપ કાર્યાલયનાં ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. ત્યારબાદ ગણતરીના દિવસોમાં ફરી આવતીકાલ તા.3ના સવારે 10 કલાકે મુખ્યમંત્રી જૂનાગઢ આવી રહ્યા છે. સંગઠનની બેઠકને સંબોધશે, તેમ શહેર ભાજપ પ્રમુખએ જણાવ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રી જૂનાગઢ આવી રહ્યા હોય, ભાજપના આગેવાન, કાર્યકરો તડામાર તૈયારીમાં લાગી ગયા છે. તેઓ નવનિર્મિત શહેર ભાજપ કાર્યાલય ‘િગરનાર કમલમ’ની મુલાકાત લેનાર છે. જો કે આ મુલાકાત ક્યાંક ડેમેજ કંટ્રોલ અંતર્ગત હોવાનું મનાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક