• મંગળવાર, 23 એપ્રિલ, 2024

સિંહોર નજીક ફેક્ટરીમાં ધડાકાભેર બોઇલર ફાટતા બે શ્રમિકનાં કરુણ મૃત્યુ : એક ગંભીર નિત્યક્રમ પ્રમાણે કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે ભયાનક દુર્ઘટના, પોલીસ તપાસ શરૂ

ભાવનગર, તા.2 : ભાવનગરનાં સિંહોર નજીક આવેલી એક ફેક્ટરીમાં આજે ચાલતી કામગીરી દરમિયાન અચાનક જ ધડાકાભેર બોઇલર ફાટતા ગંભીર રીતે દાઝી જવાથી બે શ્રમિકોનાં મૃત્યુ નીપજયા હતા જ્યારે એક શ્રમિકને ગંભીર ઈજા સાથે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિંહોર નજીક ધાંધળી ગામ પાસે આવેલી વેગા એલાઇન્સ નામની ફેક્ટરીમાં આજે બપોરનાં સમયે નિત્યક્રમ પ્રમાણે કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે એકાએક બોઇલર ફાટયું હતું. પરિણામે ત્યાં આસપાસમાં કામ કરતા ત્રણ પરપ્રાંતીય શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા. પરિણામે ભારે અફરાતફરી સાથે ભયનો માહોલ પ્રસરી ગયો હતો.

ગંભીર ઘટના બાદ તાબડતોબ ત્રણેય ઇજાગ્રસ્ત પરપ્રાંતીય શ્રમિકોને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 2 શ્રમિકનાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યાં હતાં. આ બનાવમાં મૃત્યુ પામનારમાં લાલ બહાદુર તિવારી અને હરેન્દ્ર વિકી મનજી નામના મૂળ બિહારના બે શ્રમિકનો સમાવેશ થાય છે જ્યારે પ્રહલાદ પ્રસાદ નામનાં ત્રીજા શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક