અમદાવાદ-મુંબઈ હાઇ-વે ઉપર વલથાણ પાસેના કટ નજીક અજાણ્યા વાહનનો ચાલક રિક્ષાને ઉડાવી ફરાર
સુરત, તા.14 : સુરત શહેરના છેવાડે નેશનલ હાઇ વે ઉપર વલથાણ પાસે અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારી ફંગોળી હતી. આ અકસ્માતમાં માતા-પિતા અને નવજાત બાળક ત્રણેયનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર, પલસાણા તાલુકાના જોળવાની આરાધના ગ્રીનલેન્ડ નજીક રહેતા 22 વર્ષીય કલ્પેશભાઈ બચુભાઈ સંગાડા કડિયા કામ કરી ગુજરાન ચલાવતા હતા. કલ્પેશભાઈ તેમજ તેમનાં પત્ની ઇન્દિરાબેન અને 5 માસના નવજાત શિશુ સાથે જોળવાથી રિક્ષામાં બેસી સામાજિક કામ અર્થે વતન જવા નીકળ્યા હતા. વલથાણ પાસે મુંબઈથી અમદાવાદ તરફ જતા હાઇ વે ઉપર ક્રિષ્ના હોટલ પાસેના કટ પરથી પસાર થઈ રહેલી રિક્ષાને ટક્કર લાગી હતી. ટક્કર મારનાર વાહન અને તેનો ચાલક અકસ્માત સર્જીને ફરાઈ થઈ ગયો હતો. આ અકસ્માતમાં માતા-પિતા અને બાળકનાં મૃત્યુ થયાં હતાં.